નવી દિલ્હી: ચીની (China) સેના (PLA) એ ગુરુવારે અરુણાચલનાં રહેવાસી 19 વર્ષીય મિરાન તરોનને (Miram Taron)મુક્ત કર્યો હતો. તમામ પ્રોટોકોલ પૂર્ણ કર્યા બાદ પીએલએએ ગુરુવારે તરોનને ભારતીય સેનાને સોંપી દીધો હતો. આ બાબતે કાયદા પ્રધાન મંત્રી કિરેન રિજિજુએ (kiren rijiju)જણાવ્યુ કે, ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ (PLA) અરુણાચલ પ્રદેશમાંથી ગુમ થયેલા યુવકને ભારતીય સેનાને (Indian Army)પરત કરી દીધો છે.
ઉલ્લેખનીય છે કે, અરુણાચલ પ્રદેશનાં સિયાંગ જિલ્લામાંથી 18 જાન્યુઆરીના રોજ 19 વર્ષનો મીરામ તારોન ગુમ થઈ ગયો હતો. આ ઘટનાને લઇને મંત્રીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, યુવકની મેડિકલ તપાસ સહિતની અન્ય પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. આ સિવાય મંત્રીએ ટ્વિટ કરીને કહ્યું કે, PLA દ્વારા અરુણાચલ પ્રદેશના મીરામ તારોનને ભારતીય સેનાને સોંપી દેવામાં આવ્યો છે. મેડિકલ તપાસ સહિતની અન્ય પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી રહી છે.
લોકસભા સાંસદ કિરેન રિજ્જુએ મંગળવારે જણાવ્યું હતું કે, 20 જાન્યુઆરીના રોજ ભારતીય સેનાને ચીને જાણ કરી હતી કે, તેમને યુવક મળી આવ્યો છે અને તેની ઓળખની પુષ્ટિ કરવા માટે વધુ માહિતી માંગી હતી. કિરેન રિજ્જુએ સોશિયલ મીડિયા પર અગાઉ નિવેદનમાં કહ્યું હતું કે, ચીનને ઓળખની પુષ્ટિ કરવામાં મદદ કરવા માટે ભારતીય સેનાએ તેમની સાથે એ યુવકની અંગત વિગતો અને ફોટોગ્રાફ્સ શેર કર્યા છે. ચીનના જવાબની રાહ જોવાઈ રહી છે. જોકે એક નિવેદનમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ચીની સેનાએ યુવકની અટકાયત કરી છે.
રિજ્જુએ આગળ માહિતી આપતા જણાવ્યુ હતુ કે, વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) નજીકના વિસ્તારમાંથી યુવક ગુમ થયા બાદ ભારતીય સેનાએ 19 જાન્યુઆરીએ તરત જ ચીનનો સંપર્ક કર્યો હતો. જો કે, યુવક આકસ્મિક રીતે ચીનમાં પ્રવેશી ગયો હતો. જે બાદ ઇન્ડિયન આર્મીએ તેને શોધીને પાછો મોકલવા માટે સહકાર માંગ્યો હતો. મંત્રીએ કહ્યું કે, ચીને ખાતરી આપી હતી કે, તે ગુમ થયેલ યુવકની શોધખોળ કરીને નિયમો હેઠળ તેને ભારતને પરત સોંપશે.
ચીનને તરત જ જાણ કરવાથી પરત આવ્યો યુવક
આ પહેલાં આવતાં સમાચારોમાં જણાવવામાં આવ્યું હતુ કે, અરુણાચલ પ્રદેશના મીરામ તારોન ગુમ થઇ ગયો છે, માહિતી મળતાં જ ભારતીય સેનાએ તરત જ પીએલએને હોટલાઈન દ્વારા જાણ કરી હતી કે, જડીબુટ્ટીઓનો સંગ્રહ અને શિકાર કરનાર વ્યક્તિ પોતાનો રસ્તો ભુલી ગયો છે અને તેની ભાળ મળી રહી નથી.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, પીએલએ પાસે ગુમ થયેલ વ્યક્તિને શોધી કાઢવા અને પ્રોટોકોલ મુજબ પરત કરવામાં માટે મદદ માંગવામાં આવી હતી. અલબત અરુણાચલ પ્રદેશના સાંસદ તાપીર ગાંવએ અગાઉ કહ્યું હતું કે, મંગળવારે PLAએ રાજ્યના અપર સિયાંગ જિલ્લામાં ભારતીય વિસ્તારમાંથી 17 વર્ષના છોકરાનું અપહરણ કરી લીધુ હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર