મુંબઇ: ગુમ થયેલા HDFCના વાઇસ પ્રેસિડેન્ટની લાશ મળી, હત્યારાની ધરપકડ

News18 Gujarati
Updated: September 10, 2018, 11:11 AM IST
મુંબઇ: ગુમ થયેલા HDFCના વાઇસ પ્રેસિડેન્ટની લાશ મળી, હત્યારાની ધરપકડ
પ્રતિકાત્મક તસવીસ

સિદ્ધાર્થ સંઘવી મુંબઇના પોશ ગણાતા માલાબર હિલ વિસ્તારમાં રહેતા હતા. 5 સપ્ટેમ્બરના રોજ ઓફિસ છોડ્યા પછી તેઓ ગુમ હતા

  • Share this:
છેલ્લા પાંચ દિવસથી ગુમ થયેલી એચ.ડી.એફ.સી બેંકના વાઇસ પ્રેસિડેન્ટ સિદ્ધાર્થ સંઘવીની લાશ મુંબઇના કલ્યાણ વિસ્તારમાંથી મળી હતી.  પોલીસે શંકાને આધારે એક વ્યકિતની ધરપકડ કરી હતી અને તેણે ગુનો કબુલ્યો હતો કે તેણે જ હત્યા કરી છે.

સિદ્ધાર્થ સંઘવી મુંબઇના પોશ ગણાતા માલાબર હિલ વિસ્તારમાં રહેતા હતા. 5 સપ્ટેમ્બરના રોજ ઓફિસ છોડ્યા પછી તેઓ ગુમ હતા. તેઓ ઘરે પાછા ન આવતા તેમના પત્નિએ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
સંઘવીની મારુતિ ઇગ્નિસ કાર નવી મુંબઇના ઐરોલી વિસ્તારમાંથી મળી આવી હતી. આ ગાડીમાં લોહીના નિશાન અને છરી મળી આવ્યા હતા.

તપાસ કરતા અધિકારીઓએ સંઘવી જે જગ્યાએ કામ કરતા હતા તે જગ્યાના સીસીટીવી ફુટેજ પણ ચકાસ્યા હતા. તેમના મોબાઇલનું છેલ્લુ ટાવર લોકેશન કમલા હિલ નજીક જોવા મળ્યું અને ત્યારબાદ તેમનો મોબાઇલ ફોન બંધ આવતો હતો.

આ પણ વાંચો: HDFC બેન્કના વાઈસ પ્રેસિડન્ટ ત્રણ દિવસથી ગુમ, કારમાંથી મળ્યા લોહીના ડાઘ

આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે શંકાસ્પદ 20 વર્ષના યુવાનની ધરપકડ કરી તેની પુછપરછ કરી હતી. તેણે એવુ કહ્યુ હતુ કે, કોઇક બીજા વ્યકિતએ સિદ્ધાર્થ સંઘવીની હત્યા કરવા માટે ભાડે રાખ્યો હતો.પ્રાથમિક વિગતો અનુસાર, હત્યારાએ સિદ્ધાર્થને તે જ્યાં કામ કરતા હતા ત્યાંની પાર્કિગ પ્લોટમાં જ હુમલો કર્યો હતો. આ પછી સંઘવીની ડેડબોડી તેણે કલ્યાણ વિસ્તારમાં ફેંકી દીધી હતી.  પોલીસને એવી શંકા છે કે, ઓફિસ રાઇવલીમાં સંઘવીની હત્યાની સોપારી આપવામાં આવી હતી. જો કે, હજુ તપાસ ચાલુ છે.  આ કેસમાં, અન્ય વ્યક્તિઓની ધરપકડ થાય તેવી પણ શક્યતાઓ છે.

Top 100 Brands: GOOGLE વિશ્વની નંબર વન બ્રાન્ડ, ભારતમાંથી માત્ર HDFC Bank
First published: September 10, 2018, 10:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading