દેશમાં પ્રતિ એક કલાકે 6 બાળક થાય છે ગુમ, ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ

News18 Gujarati
Updated: July 11, 2018, 7:15 PM IST
દેશમાં પ્રતિ એક કલાકે 6 બાળક થાય છે ગુમ, ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ
News18 Gujarati
Updated: July 11, 2018, 7:15 PM IST
દેશની રાજધાની પણ બાળકો માટે સુરક્ષિત નથી. અહી 24 કલાકમાં સરેરાશ 79 સુધી બાળકો ગાયબ થઈ રહ્યાં છે. કંઈક આવી જ પરિસ્થિતિ મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળની પણ છે. અહી પણ માત્ર 24 કલાકમાં 69થી 81 બાળકો ગાયબ થઈ રહ્યાં છે. એવું પણ નથી કે, પોલીસ ગાયબ બાળકોની શોધ-ખોળ કરતી નથી.

ગાયબ થનાર બાળકોની તુલનામાં પોલીસને મળે છે માત્ર 15થી 20 બાળકો, એવામાં પ્રશ્ન ઉઠે છે કે દેશમાં બાળકોને કોણ ગાયબ કરી રહ્યું છે. ક્યાં જઈ રહ્યાં છે ગાયબ થનાર બાળકો, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના આંકડાઓ પર નજર કરીએ તો અત્યાર સુધી દેશભરમાં 3.55 લાખ બાળકો ગાયબ થઈ ચૂક્યા છે.

પશ્ચિમ બંગાળ દેશનો તે સૂબો છે જ્યાં હાલમાં સૌથી વધારે 92 બાળકો ગાયબ થાય છે. જો 6 જુલાઈથી 10 જુલાઈ વચ્ચે ગાયબ થનાર બાળકોનો ઉલ્લેખ કરીએ તો ક્રમશ: 53, 69, 53, 38 અને 40 બાળક પશ્ચિમ બંગાળમાંથી ગાયબ થઈ ચૂક્યા છે. પાછલા વર્ષે ત્યાં 6999 બાળકો ગાયબ થયા.દરેક કલાકે ગાયબ થઈ રહ્યાં છે બાળકો

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના આંકડાઓનું માનીએ તો 12 જુલાઈ 2017થી 11 જુલાઈ 2018 વચ્ચે 50 હજાર 375 બાળકો ગાયબ થયા છે. એટલે દરેક દિવસે લગભગ 140 અને દરેક કલાકે લગભગ છ બાળકો ગાયબ થઈ રહ્યાં છે.

ગાયબ બાળકોની સંખ્યાના મામલામાં રાજધાની દિલ્હી પણ પાછળ નથી. પાછલા પાંચ દિવસમાં દિલ્હીમાં 185 બાળકો ગાયબ થઈ ચૂક્યાં છે. 6 જૂલાઈએ સૌથી વધારે 7 બાળકો ગાયબ થયા. તે ઉપરાંત ગુજરાતેમાં પાછળા પાંચ દિવસમાં 114 બાળકો ગાયબ થઈ ગયા છે.
Loading...

પરંતુ 11 જુલાઈએ આ સમાચાર લખ્યા પહેલા 24 કલાકમાં દેશભરમાંથી 444 બાળકો ગાયબ થઈ ચૂક્યાં છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સંચાલિત નેશનલ ટ્રેકિંગ સિસ્ટમ પોર્ટલ પર 3.30 કલાકે આ આંકડો અપડેટ થઈ ચૂક્યો હતો. કર્ણાટકથી 122 અને મધ્યપ્રદેશથી 105 બાળકો ગાયબ થઈ ચૂક્યા છે. જ્યારે દિલ્હીથી 53 અને પશ્ચિમ બંગાળથી 47 બાળક ગાયબ થઈ ગયા.ઘણો મોટો આંકડો છે દેશમાંથી ગાયબ થનારા બાળકોનો

દેશમાંથી ગાયબ થનાર બાળકોનો આંકડો ઘણો મોટો છે. જો કે, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તે આંકડાઓને રજૂ કરે છે જે ગાયબ બાળકોની એફઆઈઆર નોંધાવવામાં આવી હોય. જ્યારે હકીકત તે છે કે, ગાયબ બાળકોના મામલામાં લગભગ 40 ટકા  એફઆઈઆર નોંધવામાં જ આવતી નથી. જ્યાં સૌથી વધારે બાળકો ગાયબ થઈ રહ્યાં છે તેવા ઝારખંડ અને છતીસગઢ સહિત પૂર્વોત્તર રાજ્યોનું તો નામ જ આવતું નથી.

એક જ પરિવારના ત્રણ બાળક થયા ગાયબ, 5 વર્ષ પછી નોંધી FRI

સોમવતી આગ્રામાં રહે છે. 2002માં સોમવતીનો પ્રથમ બાળક ગાયબ થઈ ગયો. 06 મહિના પછી સોમવતીના વધુ બે બાળક ગાયબ થઈ ગયા, પરંતુ પોલીસે એફઆઈઆર સુધી લખવાની તસ્દી ના લીધી. એફઆઈઆર લખી તો પણ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની દખલગીરી પછી.

પરંતુ એફઆઈઆર લખ્યા પછી પણ પોલીસ ગાયબ બાળકોને શોધી શકી નહી. બાળકોનો પિતા પોતે તેમને શહેરની ગલી-ગલીમાં શોધતો ફરતો હતો. આ દરમિયાન એક દિવસ ગાયબ બાળકોની શોધવા ગયેલ  પિતાને એક શ્વાને બચકું ભરી લીધું. સારવાર ના મળવાના કારણે તેનું હડકવાથી મોત થઈ ગયું. સોમવતી આજે પણ પોતાના બાળકો આવશે તેવી આશાએ જીવિત છે.

નરેશ પારસ, કો ઓર્ડિનર મહફૂઝ સંસ્થાદોઢ વર્ષ પછી પોલીસે નહી સામાજિક કાર્યકર્તાઓ શોધ્યા માં-બાપ

આગ્રાના એક અનાથ આશ્રમમાં એક બાળક રહી રહ્યો હતો. અનાથ આશ્રમને બાળક રેલ્વે સ્ટેશન પર મળ્યો હતો. જ્યારે એક સામાજિક કાર્યકર્તા નરેશ પારસે તેની સાથે વાત કરી તો બાળકો બતાવ્યું કે, કાલ્પીને રહેવાસી છે. કેટલાક લોકો તેને ભીખ મંગાવવાનું કામ કરાવતાં હતા. ગૂગલના સહારે સામાજિક કાર્યકર્તા નરેશ પાસે કાલ્પીને જાલૌનમાં શોધી કાઢ્યું.

તે પછી સોશિયલ મીડિયા દ્નારા બાળકોના પિતા રાજેન્દ્રને પણ શોધી લીધા હતા. બાળકનો પિતા શહેર-શહેર ફરીને જડીબુટ્ટી વેચવાનું કામ કરતો હતો. નરેશ અનુસાર બાળકના પિતા પાસે અડધા ડઝનથી વધારે શહેરોમાં બાળક ગુમ થયાની અરજીની કોપી હતી.

કદાચ કોઈ શહેરની પોલીસ બાળકની શોધમાં લાગી જાય તેથી અલગ-અલગ શહેરોમાં તે કહીને અરજી આપવામાં આવી હતી કે, બાળક તમારા શહેરમાંથી ગાયબ થયો છે. પરંતુ આશ્ચર્યની વાત તો તે છે કે, એકપણ શહેરમાં એફઆઈઆર નોંધવામાં આવી નહતી.
First published: July 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...