Home /News /national-international /મહારાષ્ટ્રમાંથી અપહરણ કરી સૂરતમાં લઈ આવ્યા 12 વર્ષનું બાળક, પોલીસે 72 કલાકમાં દબોચી લીધા

મહારાષ્ટ્રમાંથી અપહરણ કરી સૂરતમાં લઈ આવ્યા 12 વર્ષનું બાળક, પોલીસે 72 કલાકમાં દબોચી લીધા

મહારાષ્ટ્રમાંથી અપહરણ થયેલુ બાળક સૂરતમાંથી મળી આવ્યું

મહારાષ્ટ્રના થાણે શહેરના ડોમ્બિવલી પરિસરમાંથી અપહરણનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં દોઢ કરોડની ખંડણી માટે આ અપહરણ થયું હોવાનું સામે આવ્યું છે.

    સૂરત: મહારાષ્ટ્રના થાણે શહેરના ડોમ્બિવલી પરિસરમાંથી અપહરણનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં દોઢ કરોડની ખંડણી માટે આ અપહરણ થયું હોવાનું સામે આવ્યું છે. આ મામલામાં પાંચ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે અને અપહરણ કરાયેલા 12 વર્ષના બાળકને પોલીસે પોતાના કબ્જામાં લીધું છે. આ ધરપકડ સુરતમાંથી થઈ છે.

    ડોમ્બિવલી પરિસરમાંથી અપહરણ કરીને લાવેલા આ 12 વર્ષનું બળક જે ચાર દિવસ પહેલા પૂર્વ ડોમ્બિવલીથી અપહરણ કરીને સૂરત લઈને આવતા હતા. અપહરણ કર્તાઓએ બાળકના પિતા પાસેથી દોઢ કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. જો કે આટલી મોટી રકમ ઘરમાં ન હોવાથી લાચાર બનેલા માતા-પિતાએ પોલીસનો સંપર્ક કર્યો. પોલીસને વિગતો મળતા 72 કલાકના સર્ચ બાદ આખરે સૂરતમાંથી આ ટીમને પકડી પાડી હતી.

    Missing child
    બાળક ચોર ગેંગ ઝડપાઈ


    આપને જણાવી દઈએ કે, આ અપહરણ કર્તાઓએ એટલા ચાલાક હતા કે , મેઈન હાઈવે પર પોલીસની નાકાબંધીના ડરથી હાઈવેની નજીકના ગામડાઓ અને જંગલમાંથી પસાર થઈને સૂરત પહોંચી રહ્યા હતા. આરોપીઓમાં શરહશહા ફિરોઝશહા રફાઈ, પ્રિન્સ કુમાર સિંગ, શાહીન મેહતર , ફરહિંદ સિંગ અને નાઝિયા રફાઈ છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Crime news, Maharashta

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन