વેપારીએ પોતાને ગુમ કરવા અપનાવી જોરદાર ટ્રીક, પણ 100 પોલીસવાળા સામે ટકી ન શક્યો

વેપારીએ પોતાને ગુમ કરવા અપનાવી જોરદાર ટ્રીક, પણ 100 પોલીસવાળા સામે ટકી ન શક્યો
વેપારીના સીસીટીવી ફૂટેજ

જો કે પોલીસે હાર ન માની અને 100 પોલીસવાળાની 5 ટીમો બનાવી જેણે 500થી વધુ સીસીટીવીના ફૂટજ ચેક કર્યા. અને 4 થી 5 રાજ્યોમાં 500થી વધુ કોલ ડિટેલ્સની તપાસ કરી. ત્યારે જઇને વેપારીની કંઇક ભાળ મળી.

 • Share this:
  ગાજિયાબાદ (Ghaziabad)ના એક વેપારીએ નાણાંકીય મુશ્કેલીઓની પરેશાન થઇને પોતાને ગાયબ કરવાનો પ્લાન બનાવ્યો. જે પછી પરિવારજનોએ ચિંતત થઇને તેના ગુમ થવાની ફરિયાદ પોલીસ સ્ટેશન નોંધાવી. તે પછી પોલીસે પણ વેપારીને શોધવા માટે તપાસ શરૂ કરી પણ કંઇ હાથે ના લાગ્યું. જો કે પોલીસે હાર ન માની અને 100 પોલીસવાળાની 5 ટીમો બનાવી જેણે 500થી વધુ સીસીટીવીના ફૂટજ ચેક કર્યા. અને 4 થી 5 રાજ્યોમાં 500થી વધુ કોલ ડિટેલ્સની તપાસ કરી. ત્યારે જઇને વેપારીની કંઇક ભાળ મળી.

  જો કે જે રીતે વેપારી ગુમ થયો હતો તેને જોઇને પોલીસ પણ આશ્ચર્યચકિત થઇ ગયા. વેપારીએ જોરદાર પ્લાનિંગ કરીને પોતાને ગાયબ કર્યો હતો. પણ છેવટે 100 પોલીસવાળાની જોરદાર મહેનત આગળ તેની તમામ ટ્રિક ફેલ ગઇ હતી. આ વેપારીને પોલીસે કોલકત્તાથી પકડી પાડ્યો છે. અને તે સહી સલામત ગાજિયાબાદ લઇ આવી હતી.  ગાજિયાબાદ પોલીસ મુજબ વેપારીના 27 ઓક્ટોબરના રોજ દિલ્હીથી જતા સીસીટીવી ફૂટેજ મળ્યા હતા. 28 તારીખે વેપારી દિલ્હીમાં રહ્યો. અને તે પછી 29ના રોજ પંજાબ-હરિયાણાથી જઇને હિમાચલ પહોંચી ગયો. અને 3 તારીખે તે હિમાચલ થી દિલ્હી પાછો ફરી કોલકાતા માટે નીકળી ગયો. 5 નવેમ્બરે કોલકાતા તે પહોંચ્યો હતો.

  વધુ વાંચો : Viral Video: મેક્સિકોમાં થઇ રડવાની હરિફાઇ, લોકોનો રડી રડીને થયો આવો હાલ

  જે પછી ગાજિયાબાદની પોલીસ ટીમે ફ્લોઇટથી કોલકત્તા રવાના થઇ. 6 તારીખે સવારે તેમણે વેપારીને પકડી પાડ્યો. પોલીસ પુછપરછમાં વેપારી પોતે જ પોતાની ઇચ્છા મુજબ ગુમ થયો હતો. અને તેણે આ માટે પોતાની નાણાંકીય પરિસ્થિતિનો હવાલો આપ્યો હતો.

  નોંધનીય છે કે કોરોના કાળ અને લોકડાઉનની સ્થિતિમાં અનેક વેપાર-ઘંધો પડી ભાગ્યા છે. અને આ કારણે આ પ્રકારની ઘટનાઓ વધુ સામે આવી રહી છે. થોડા સમય પહેલા આવી જ રીતે એક વેપારીએ નાણાંકીય પરિસ્થિતિથી કંટાળીને મોતાની ખોટી મોતનું કાવતરું કર્યું હતું.

  અને પોતાની જગ્યાએ પોતાના જ એક ગામના યુવકની હત્યા કરી તેની લાશ પોતાની કારમાં મૂકી બાળી નાંખી હતી. પણ તેમ છતાં પોલીસે આ વેપારીને પકડી પાડ્યો હતો અને તેના કાળા કારનામા બહાર આવ્યા હતા. ત્યારે વેપારી સકુશળ ઘરે પાછા આવતા તેના પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી.
  Published by:Chaitali Shukla
  First published:November 06, 2020, 13:14 pm

  ટૉપ ન્યૂઝ