100-200 ભારતીયોને ન્યૂઝીલેન્ડ લઈ જઈ રહેલી બોટ મધદરિયે ગુમ

News18 Gujarati
Updated: January 22, 2019, 11:39 AM IST
100-200 ભારતીયોને ન્યૂઝીલેન્ડ લઈ જઈ રહેલી બોટ મધદરિયે ગુમ
પ્રતીકાત્મક તસવીર

આ બોટ 12 જાન્યુઆરીના રોજ કેરળના મુનામબામ હાર્બરથી રવાના થઈ હતી

  • Share this:
100થી 200 ભારતીયોને લઈને જઈ રહેલી એક બોટ ગુમ થઈ ગઈ છે. ભારતીય પોલીસે કહ્યું છે કે શક્યતા છે કે આ બોટ ન્યૂઝીલેન્ડ તરફ જઈ રહી હશે. પોલીસને આ લોકોની 70થી વધુ બેગ મળી છે. આ ભારતીયોમાં મોટાભાગના નવી દિલ્હી અને તમિલનાડુના છે.

આજતકમાં પ્રકાશિત અહેવાલ મુજબ, ભારતીયો એક ફિશિંગ બોટમાં સવાર હતા. પ્રારંભિક અહેવાલો મુજબ તમામ શરણાર્થી હતા. આ બોટ 12 જાન્યુઆરીના રોજ કેરળના મુનામબામ હાર્બરથી રવાના થઈ હતી. આ મામલામાં બે અધિકારી પણ સામેલ હોવાનું બહાર આવ્યું છે. આ મામલામાં નવી દિલ્હીથી એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

દેશની રાજધાની દિલ્હીથી ધરપકડ કરાયેલા વ્યક્તિનું નામ પ્રભુ ધાંડાપાની છે. પોલીસનું કહેવું છે કે આ ઘટનાક્રમમાં સામેલ બંને અધિકારીઓએ જણાવ્યું કે બોટ ન્યૂઝીલેન્ડ જવા માટે રવાના થઈ હતી.

મળતી માહિતી મુજબ, બોટમાં 100થી 200 લોકો સવાર હતા. જેમાં મહિલા અને બાળકોનો પણ સમાવેશ થાય છે. પોલીસ અધિકારી વીજી રવિન્દ્રએ જણાવ્યું કે બોટમાં સવાર લોકોની 70થી વધુ બેગ મળી આવી છે. તેમાંથી 20થી વધુ લોકોના ઓળખ પત્ર પણ પોલીસને મળ્યા છે.

પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ, આ બેગમાં કપડા અને ડ્રાઈ ફ્રૂટ જેવો સામાન મળ્યો છે. એટલે કે લાંકો લાંબી યાત્રાની તૈયારીના ઉદ્દેશ્યથી ગયા હતા. પોલીસ અધિકારી એમજે સોજને કહ્યું કે મળેલા સામાનથી લાગે છે કે લાંબી દરિયાઈ યાત્રાના ઉદ્દેશ્યથી લોકોએ પોતાની બેગ કરી હતી.

મળતી માહિતી મુજબ, ગુમ થેયલા લોકો મધદરિયામાં જ ક્યાંક ફસાઈ ગયા છે. પોલીસનું કહેવું છે કે ભારતીય એજન્સીઓની આ લોકોની તલાશમાં લાગેલી છે. તેમાં કોસ્ટ ગાર્ડની ટીમો પણ સામેલ છે.આ પણ વાંચો, કર્ણાટક: સમુદ્રમાં મોટી દુર્ઘટના, બોટ પલટી, 16 શ્રદ્ધાળુનાં મોત

ન્યૂઝીલેન્ડ જવા માટે શરણાર્થીઓને 7000 માઇલ દરિયાઈ યાત્રા કરવી પડે છે. આ યાત્રાને દુનિયાની સૌથી મુશ્કેલ દરિયાઈ યાત્રાઓમાં એક માનવામાં આવે છે. આ દરમિયાન સુમદ્રમાં સાઇક્લોન, તોફાન અને વરસવાદમાં ફસાવા અને હવામાન ખરાબ હોવાનો ડર રહે છે. સૌથી મુશ્કેલ પડકાર ઇન્ડોનેશિયાથી ઓસ્ટ્રેલિયાની વચ્ચેના રસ્તામાં આવે છે.

ન્યૂઝીલેન્ડના ઇમિગ્રેશન અધિકારી પાસેથી આ વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ તેમનો સંપર્ક ન થઈ શક્યો. હાલ ભારતીય પોલીસ આ મામલામાં ગુમ થયેલા લોકોના પરિવાર પાસેથી વધુ જાણકારી એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ, દરિયામાં પણ આ લોકોનું સર્ચ અભિયાન ચાલી રહ્યું છે.
First published: January 22, 2019, 7:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading