દક્ષિણ કાશ્મીરમાં શોપિયામાં રવિવારે આતંકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે થયેલી અથડામણમાં પાંચ આતંકવાદીઓ ઠાર મારાયા છે. જેમાં હિઝબુલ મુઝાહિદ્દીનના કમાન્ડર સદ્દામ પાદર અને તાજેતરમાં જ આતંકવાદનો રસ્તા પકડનાર કશ્મીર યુનિવર્સિટીનો આસિસ્ટન્ટ પ્રોફેસર મોહમ્મદ રફી ભટ્ટનો સમાવેશ થાય છે.
અંગ્રેજી વેબસાઇટ ઇન્ડિયા ટુડેના સમાચાર પ્રમાણે કશ્મીર યુનિવર્સિટીમાં સોશિયોલોજી ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર મોહમ્મદ રફી ભટ્ટ શુક્રવારે શંકાસ્પદ રીતે લાપતા થઇ ગયો હતો. તેની આતંકવાદી સંગઠનમાં સામેલ થઇ હોવાની અફવા ચાલી ત્યારે તેનો પરિવાર કશ્મીર યુનિવર્સિટી પહોંચ્યો હતો. મોહમ્મદ રફીનો પરિવાર દક્ષિણ કશ્મીરના ગંદરબાલામાં રહે છે.
રવિવારે સવારે થયેલી અથડામણમાં હિઝબુલ કમાન્ડર અને બુરહાન વાની બ્રિગેડ છેલ્લો સભ્ય સદ્દામ પાદર પણ ઠાર મરાયો હતો. જેમાં એક સ્થાનિક નાગરીકનું પણ મોત થયું હતું. આ ઉપરાંત બે જવાનો ઘાયલ થયા છે. જણાવી દઇએ કે પુલવામાં થયેલી અથડામણમાં મુઝાહિદ્દીનના ટોપ કમાન્ડર સમીર ટાઇગર પણ ઠાર મરાયો હતો. બુરહાન વાની પછી સમીર ટાઇગરને કશ્મીરના પોસ્ટર બોયના સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યો છે. સમીર ટાઇગર અને સદ્દામ પાદરના મોત બાદ બુરહાન વાની બ્રિગેડનો સફાયો થઇ ગયો છે.
Published by:Ankit Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર