જજે મૉડલને પૂછ્યું, PM મોદીને મળશો તું શું સવાલ પૂછશો? જવાબ થયો વાયરલ

News18 Gujarati
Updated: October 19, 2019, 4:56 PM IST
જજે મૉડલને પૂછ્યું, PM મોદીને મળશો તું શું સવાલ પૂછશો? જવાબ થયો વાયરલ
નરેન્દ્ર મોદી અને Vikuonuo Sachu

"જો મને ભારતના વડાપ્રધાન સાથે વાતચીત કરવા મળે તો હું તેમને કહીશ કે તે ગાયોના બદલે મહિલાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરો"

  • Share this:
ભારતભરમાં અલગ અલગ જગ્યાએ સૌદર્ય સ્પર્ધાઓ થતી રહેતી હોય છે. જેમાં વિવિધ રાઉન્ડ હોય છે. અને આ સ્પર્ધામાં સુંદરતા સાથે યુવતીની બૌદ્ધિક સક્ષમતા પણ તપાસવામાં આવે છે. સ્પર્ધકની પ્રેજન્સ ઑફ માઇન્ડ પણ આવી સૌદર્ય સ્પર્ધામાં જોવામાં આવે છે. અને તે પછી જ આખરી નિર્ણય લેવાય છે. ત્યારે આવી જ એક સૌદર્ય સ્પર્ધા નાગાલેન્ડ યોજવામાં આવી હતી. જેમાં નાગાલેન્ડની અનેક સુંદર યુવતીઓએ ભાગ લીધો હતો. અને કેટવૉકથી લઇને વિવિધ રાઉન્ડ પસાર કર્યા હતા.

તે પછી જ્યારે સવાલ જવાબનો રાઉન્ડ શરૂ થયો તો એક મૉડલને જજે પુછ્યું ધારો કે તમને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળવાની તક મળે તો તમે પીએમને શું પુછશો? તે પર આ યુવતીએ જે જવાબ આપ્યો તે હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 5 ઓક્ટોબરના રોજ નાગાલેન્ડની રાજધાનીમાં મિસ કોહિમા સૌદર્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવાલ જવાબ દરમિયાન Vikuonuo Sachu નામની મૉડલને એક જજે પુછ્યું કે જો તમને પીએમ મોદી આમંત્રિત કરે અને તમારી એમની સાથે વાતચીત થાય તો તમે મોદીને શું પુછશો?

 
આ પર 18 વર્ષીય Vikuonuo Sachu કહ્યું કે જો મને ભારતના વડાપ્રધાન સાથે વાતચીત કરવા મળે તો હું તેમને કહીશ કે તે ગાયોના બદલે મહિલાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે. નાગાલેન્ડ પોસ્ટ મુજબ Vikuonuo Sachu આ હરિફાઇમાં સેકન્ડ રનર અપ રહી હતી. અને Vikuonuo Sachu આ વીડિયો અત્યાર સુધીમાં 60 હજાર લોકોએ સોશિયલ મીડિયા પર જોઇ ચૂક્યા છે.
First published: October 19, 2019, 4:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading