Home /News /national-international /મોડલ ચાયવાલી! એક સમયે મિસ ગોરખપુર રહી ચુકેલી આ યુવતી ચા વેચવા લાગી!

મોડલ ચાયવાલી! એક સમયે મિસ ગોરખપુર રહી ચુકેલી આ યુવતી ચા વેચવા લાગી!

મોડલ ચાયવાલી (ઈંસ્ટાગ્રામ)

એક સમયે ઉત્તરપ્રદેશના ગોરખપુરની આ યુવતી મિસ ગોરખપુર રહી ચુકી છે, પણ એવું તે એના જીવનમાં શું થયું કે, તે ખુદ ચા વેચવાનું શરુ કર્યું અને આજે તે ખૂબ જ પ્રખ્યાત હોય છે.

    જે યુવતી એક સમયે 'મિસ ગોરખપુર' બની, મોડલીંગની દુનિયામાં નામ બનાવ્યું અને તે હવે ચા વેચી રહી છે. આ છોકરીનો વીડિયો યૂટ્યૂબ પર વાયરલ થઈ રહ્યો છે. છોકરીએ તેની દુકાનનું નામ 'મોડલ ચાયવાલી' રાખ્યું છે. 'મિસ ગોરખપુર' એક વીડિયોમાં જણાવે છે કે, આખરે તેણે ચા વેચવાનું કેમ શરુ કર્યું ?

    સિમરન ગુપ્તા 2018માં 'મિસ ગોરખપુર' બની હતી. તેણે કહ્યુ કે, મોડલીંગની દુનિયામાં પણ તેણે ઠીક ઠાક કામ કર્યું. પણ કોરોનાના કારણે તેના કામ પર માઠી અસર પડી. આ જ કારણે તેણે ચા વેચવાનું શરુ કર્યું. કારણ કે પરિવારને સપોર્ટ કરવાનું બંધ કરી દીધું હતું.

    દુકાનનું નામ 'મોડલ ચાયવાલી' કેમ રાખ્યું. સિમરને કહ્યું કે, દુકાનનું નામ તેના પ્રોફેશન સાથે જોડાયેલું છે. આ જ કારણ છે કે, તેણે આવું નામ રાખ્યું છે. સિમરનનો એક ભાઈ પણ છે. જે દિવ્યાંગ છે. સિમરન કહે છે કે, પરિવારમાં ઈન્કમ મર્યાદિત છે. એક જગ્યાએ નોકરી કરી, પણ સેલરી કેટલાય મહિના સુધી અટકાયેલી રહી, તેના કારણે તેને આ કામ કરવાનું શરુ કર્યું. સિમરને કહ્યું કે, જ્યારે છોકરીઓ દરેક કામમાં આગળ આવી રહી છે, તો પછી હું શું કામ પાછળ રહું.




    તેણે કહ્યું કે, સોશિયલ મીડિયા અને મીડિયામાંથી પણ તેને ખૂબ સપોર્ટ મળ્યો છે. આ દરમિયાન સિમરનની દુકાન પર પહોંચેલા કેટલાય લોકોએ તેની ચાના વખાણ કર્યા હતાં.

    સિમરનના પિતાએ કહ્યું- કોઈ પણ કામ ક્યારેય નાનું હોતુ નથી


    સિમરને જ્યારે એક ઈન્ટરવ્યૂમાં વાત કરી રહી હતી તો તે સમયે તેના પિતા પણ દુકાન પર હાજર હતા. તેઓ દિકરીના કામથી ખુશ જણાતા હતા. તેમણે કહ્યુ કે, મારા હિસાબે કોઈ પણ કામ ક્યારેય નાનુ હોતું નથી. મિસ ગોરખપુર બની ત્યારે પણ ખુશી હતી અને આજે ચા વેચીને પૈસા કમાઈ રહી છે, ત્યારે પણ ખુશી થઈ રહી છે.

    MBA ચાયવાલી, ગ્રેજ્યુએટ ચાયવાલી જોઈને પ્રભાવિત થઈ


    સિમરને જણાવ્યું કે, તે MBA ચાયવાલી પ્રફુલ્લ બિલોરે અને પટનાની ગ્રેજ્યએટ ચાયવાલી પ્રિયંકા ગુપ્તાને જોઈને ખૂબ પ્રભાવિત થઈ હતી. તેણે વિચાર્યું કે, જ્યારે આ લોકો કરી શકે તો હું કેમ ન કરી શકું. ઈન્ટરવ્યૂ દરમિયાન તેણે કહ્યું કે તે પ્રિયંકાને મળવા માગે છે કે તેણે બેરિયર તોડ્યું છે કે, એક છોકરી પણ ચા વેચી શકે છે.
    Published by:Pravin Makwana
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन