Home /News /national-international /ATMમાંથી લાખોની ઉઠાંતરી: ચોરી કરવા ચોરોએ અપનાવ્યો નવો જુગાડ, CCTV જોઈ પોલીસ પણ માથું ખંજવાળા લાગી

ATMમાંથી લાખોની ઉઠાંતરી: ચોરી કરવા ચોરોએ અપનાવ્યો નવો જુગાડ, CCTV જોઈ પોલીસ પણ માથું ખંજવાળા લાગી

ATMમાંથી લાખોની ઉઠાંતરી

એટીએમમાંથી પૈસાની ચોરીના સમાચાર અવારનવાર સામે આવતા રહે છે. આ ચોરીઓને રોકવા અને ચોરોને પકડવા પોલીસ હંમેશાં પ્રયાસ કરતી હોય છે. પરંતુ ચોર પૈસાની ચોરી કરવા માટે નવી નવી રીતો શોધી કાઢતા હોય છે. ચેન્નાઈમાં આ વખતે ચોરોએ નવી રીતે ચોરી કરી છે. શહેર પોલીસ એટીએમ મશીનમાંથી ચોરી કરવાની નવી પદ્ધતિની તપાસ કરી રહી છે.

વધુ જુઓ ...
    ચેન્નઈ. એટીએમમાંથી પૈસાની ચોરીના સમાચાર અવારનવાર સામે આવતા રહે છે. આ ચોરીઓને રોકવા અને ચોરોને પકડવા પોલીસ હંમેશાં પ્રયાસ કરતી હોય છે. પરંતુ ચોર પૈસાની ચોરી કરવા માટે નવી નવી રીતો શોધી કાઢતા હોય છે. ચેન્નાઈમાં આ વખતે ચોરોએ નવી રીતે ચોરી કરી છે. શહેર પોલીસ એટીએમ મશીનમાંથી ચોરી કરવાની નવી પદ્ધતિની તપાસ કરી રહી છે.ચિંતાદ્રિપેટ પોલીસે જણાવ્યું હતું કે અન્ના સલાઈમાં એક ગેંગ કેસીનો થિયેટરની સામે ATM કિઓસ્કમાંથી પૈસાની ચોરી કરવા માટે જેલ જેવા (ચીકણા) પદાર્થનો ઉપયોગ કરી રહી છે.

    ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટના અનુસાર, પોલીસે ચોરીની જાણકારી આપતા કહ્યું કે ચોરોએ કેશ ડિસ્પેન્સરના મોંમાં એક ચીકણું પદાર્થ ચીપકાવી દીધું અને એક મહિનામાં ટોળકીએ કથિત રીતે રૂ. 28,400ની ચોરી કરી હતી. પોલીસે કહ્યું કે ચોરોની કામ કરવાની રીત સરળ છે. આ ટોળકી લાકડી પર જેલ જેવો પદાર્થ લગાવે છે અને જ્યાંથી પૈસા કાઢવામાં આવે છે તે જગ્યામાં મૂકે છે. તેમજ જ્યારે પણ કોઈ લેવડ-દેવડ કરવામાં આવે છે તો નોટ ડિસ્પેન્સર પર ચોંટી જાય છે અને ટોળકી પાછળથી આવીને ચોરી કરે છે.

    આ પણ વાંચોઃ યુપીમાં પૂલ તૂટવાથી 12 લોકો નદીમાં ખાબક્યા, 4 યુવકોનું નદીમાં ડૂબવાથી મોત, સરયૂ નદીમાં 4 બાળક તણાયાં

    આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે બેંક મેનેજરને ખબર પડી કે કોઈ પણ લેવડ-દેવડ વગર પૈસા ગાયબ થઈ રહ્યા છે. તેમણે થિયેટરની અને કિઓસ્કની સામે લાગેલા સીસીટીવીનું નિરીક્ષણ કર્યું અને જોયું કે એક ગેંગ પૈસાની ચોરી કરી રહી છે. તેણે તરત જ પોલીસને જાણ કરી, જેણે ગેંગની શોધ શરૂ કરી.

    તમિલનાડુ મર્કેન્ટાઈલ બેંકની માઉન્ટ રોડ શાખાના મેનેજર જી રામકુમારની ફરિયાદના આધારે ચિંતાદ્રિપેટ પોલીસે કેસ નોંધ્યો છે. ફરિયાદ મુજબ, બદમાશોએ કેસિનો થિયેટરની સામે ડેમ્સ રોડ પર તેમની બેંકના એટીએમને નિશાન બનાવ્યું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, જ્યારે ATMમાંથી ગ્રાહકના પૈસા નહોતા નીકળતા ત્યારે તેઓ સમજી જાય છે કે એટીએમમાં પૈસા નથી અને તેઓ ત્યાંથી નીકળી જાય છે. ગ્રાહક ગયા પછી, ટોળકી આવે છે અને ચીકણો પદાર્થ સાફ કરે છે અને પૈસા કાઢવા માટે લાકડીનો ઉપયોગ કરે છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Tamil Nadu, Theft case, ચેન્નાઇ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन