દિલ્હીમાં આવેલા ઓવૈસીના ઘર પર પથ્થરમારો, એક ટોળુ આવ્યું અને બારીના કાચ તોડી નાખ્યા
aimim chief asaduddin owaisi
પોલીસને સૂચના મળ્યા બાદ એક એડિશનલ ડીસીપીના નેતૃત્વમાં દિલ્હી પોલીસની એક ટીમે તેમના ઘરની મુલાકાત લીધી અને પુરાવા એકઠા કર્યા હતા. ઓવૈસીએ સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, ગુંડાતત્વોના એક જૂથે તેમના ઘર પર પથ્થરમારો કર્યો હતો અને બારીઓ તોડી નાખી હતી.
નવી દિલ્હી: દિલ્હીમાં ઓલ ઈંડિયા મજલિસે ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના ચીફ અસદુદ્દીન ઓવૈસીના અશોક રોડ પર આવેલા સરકારી ઘર પર રવિવારે સાંજે અમુક ગુંડાતત્વોએ કથિત રીતે પથ્થરમારો કર્યો હતો. જેમાં તેમના ઘરની બારીઓ તૂટી ગઈ છે. ત્યાર બાદ એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અસદુદ્દીન ઓવૈસીએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, અમુક અજાણ્યા શખ્સોએ તેમના દિલ્હી સ્થિત આવાસ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટના અશોક રોડ વિસ્તારમાં એઆઈએમઆઈએમ ચીફના ઘર પર સાંજે લગભગ સાડા પાંચ વાગે બની હતી.
Delhi | Visual from outside the residence of AIMIM chief Asaduddin Owaisi at Ashoka road. As per the complaint filed by him, he found after returning at night that stones were thrown at his residence in the evening yesterday. pic.twitter.com/UiRHTdWqu3
પોલીસને સૂચના મળ્યા બાદ એક એડિશનલ ડીસીપીના નેતૃત્વમાં દિલ્હી પોલીસની એક ટીમે તેમના ઘરની મુલાકાત લીધી અને પુરાવા એકઠા કર્યા હતા. ઓવૈસીએ સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, ગુંડાતત્વોના એક જૂથે તેમના ઘર પર પથ્થરમારો કર્યો હતો અને બારીઓ તોડી નાખી હતી. ઓવૈસીએ આરોપ લગાવ્યો છે કે, ઘટનાના સમયે તેઓ ઘર પર નહોતા. જ્યારે રાતના 11.30 કલાકે પોતાના ઘરે પહોંચ્યા તો, ઘરની બારીઓ તૂટેલી હતી અને ચારેતરફ ઈંટ અને પથ્થર પડ્યા હતા. ઓવૈસીના નોકરે જણાવ્યું હતું કે, ગુંડા તત્વોનું એક ટોળુ સાંજના 5.30 કલાકે ઘર પર પથ્થરાઓ ફેંકતા હતા.
અસદુદ્દીન ઓવૈસીએ એવું પણ કહ્યું કે, તેમના ઘર પર આ ચોથી વાર હુમલો થયો છે. ઓવૈસીએ પોતાની ફરિયાદમાં કહ્યું કે, આ ચોથી વાર છે, જ્યારે આવી રીતે હુમલો થયો છે. મારા પર ઘરની આજૂબાજૂમાં ઘણા સીસીટીવી લાગેલા છે. તેના દ્વારા તેમના સુધી પહોંચી શકાય છે અને દોષિતોને તુરંત પકડવા જોઈએ. આવી રીતે હાઈ સિક્યોરિટીવાળા વિસ્તારમાં કઈ રીતે આ પ્રકારની બર્બરતાવાળી હરકત થઈ રહી શકે. પથ્થરમારાની ઘટના પર તુરંત કાર્યવાહી થવી જોઈએ અને દોષિતોને ફટાફટ પકડવા જોઈએ
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર