ધોળેદિવસે વેપારીની આંખોમાં મરચું નાખી 3 લાખની લૂંટ, બદમાશો સ્કૂટી પણ લઈ ગયા

પલ્સર બાઇક પર સવાર બદમાશોએ પહેલા વેપારીના સ્કૂટીને ટક્કર મારી અને બાદમાં મારપીટ કરી લૂંટને આપ્યો અંજામ

પલ્સર બાઇક પર સવાર બદમાશોએ પહેલા વેપારીના સ્કૂટીને ટક્કર મારી અને બાદમાં મારપીટ કરી લૂંટને આપ્યો અંજામ

  • Share this:
    પવન કુમાર, રેવાડીઃ હરિયાણા (Haryana)ના રેવાડી (Rewadi) જિલ્લામાં ધોળેદિવસે એક વેપારી પાસેથી બદમાશો ત્રણ લાખ રૂપિયા અને સ્કૂટી લૂંટીને (Loot Case) ફરાર થઈ ગયા. બદમાશોએ વેપારીની આંખોમાં મરચાનો પાવડર નાખયો અને વિરોધ કરતાં બદમાશો હથિયારથી ડરાવીને ફરાર થઈ ગયા. ત્યાંથી પસાર થતા લોકોએ પોલીસને આ મામલાની જાણ કરી. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને પીડિત વેપારી સૌરભને સારવાર માજ્ઞે હૉસ્પિટલ લઈને ગઈ. લૂંટનો મામલો નોંધીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

    મળતી જાણકારી મુજબ, સૌરભ નામના વેપારીની ગંજ બજારમાં દુકાન છે. જે રોજ રોકડ જમા કરાવવા માટે બેંક જાય છે. રોજની જેમ બુધવાર બપોરે પણ સૌરભ સ્કૂટી લઈને ડેકીમાં 3 લાખ મૂકી HDFC બેંકમાં પૈસા જમા કરાવવા જઈ રહ્યો હતો. ત્યારે જ પલ્સર બાઇક પર સવાર બે બદમાશોએ વેપારીના સ્કૂટીને ટક્કર મારી અને મારામારી શરૂ કરી વેપારીની આંખમાં મરચાનો પાવડર ફેંકી દીધો. વેપારી અને રસ્તે જતી એક મહિલાએ બદમાશોનો વિરોધ પણ કર્યો પરંતુ બદમાશો હથિયારોથી ડરવીને ફરાર થઈ ગયા.

    આ પણ વાંચો, કોરોના સંક્રમિત પતિએ મરતાં પહેલા પત્નીને લખ્યો લવ લેટર, કહ્યું- તું હંમેશા ખુશ રહેજે

    સીસીટીવી ફુટેજની તપાસ કરી રહી છે પોલીસ

    ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આસપાસમાં લાગેલા સીસીટીવી કેમેરાની શોધખોળ કરવા લાગ્યા જેમાં બદમાશોની બાઇકના દૃશ્ય કેદ થયા છે. પોલીસ તેના આધાર પર પોતાની તપાસ આગળ વધારી રહી છે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં બદમાશોને ઝડપી લેવામાં આવશે.

    આ પણ વાંચો, UP: મહિલા સાથે ‘નિર્ભયા’ જેવી હેવાનિયત, ગેંગરેપ બાદ પ્રાઇવેટ પાર્ટમાં નાખ્યો સળીયો, પગ પણ તોડ્યો

    વેપારીઓમાં રોષ

    રેવાડીમાં બદમાશો દ્વારા વેપારીને નિશાન બનાવવાની આ પહેલી ઘટના નથી. આ પહેલા અનેકવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી રહી છે. એવામાં ફરી વેપારીની સાથે થયેલી ઘટના બાદ વેપારીઓમાં રોષ છે અને વેપારીઓ પ્રશાસનથી યોગ્ય સુરક્ષાની વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી રહ્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published: