સુધીર કુમાર, મુઝફ્ફરપુરઃ બિહાર (Bihar)ના મુઝફ્ફરપુર (Muzaffarpur)માં ધોરણ-10માં ભણતી વિદ્યાર્થિની સાથે સામૂહિક દુષ્કર્મ (Gang Rape)ની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સગીર વિદ્યાર્થિની સાથે પાંચ યુવકોએ વારા ફરતી દુષ્કર્મ આચર્યું. પીડિતાના જણાવ્યા મુજબ, આરોપીઓ તેને જીવથી મારી નાખવાની તૈયારીમાં હતા, પરંતુ તે જેમ-તેમ કરીને ભાગી છૂટી. આ મામલામાં જિલ્લાના મહિલા પોલીસ સ્ટેશને પ્રાથમિક ફરિયાદ નોંધી દીધી છે. સાથોસાથ બે આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.
પીડિતાની માતાએ જણાવ્યું કે, આ ઘટના ગત સોમવાર સાંજની છે. પરિજનો મુજબ વિદ્યાર્થિની સાંજે લગભગ ચાર વાગ્યે સાઇકલ લઈને ટ્યૂશન જઈ રહી હતી. રસ્તામાં એક બાઇક પર સવાર બે યુવકોએ તેની સાઇકલને ટક્કર મારી ઓવરટેક કર્યું. આ દરમિયાન વિદ્યાર્થિની પડી ગઈ. ત્યારબાદ ત્યાં એક બોલેરો કાર ઊભી હતી, જેમાં ત્રણ યુવકો બેઠા હતા. ત્રણેય યુવકોએ તેને બોલરોમાં ખેંચીને ઉઠાવી ગયા અને કપડાથી તેનું મોં બંધ કરી દીધું.
ત્યારબાદ તમામ આરોપીઓ તેને ઉઠાવીને નજીકના એક બંધ પેટ્રોલ પંપ પર લઈ ગયા. અહીં એક બંધ પડેલા રૂમમાં વિદ્યાર્થિનીને કેદ કરી દીધી એન પાંચેય પીડિતા ઉપર દુષ્કર્મ આચર્યું. પરિજનો મુજબ આરોપીઓ પાસે હથિયાર પણ હતા અને સગીરાને જીવથી મારી નાખવાની પણ યોજના બનાવી રહ્યા હતા. ત્યારે પીડિતા પાછળના ખુલ્લા દરવાજાથી ભાગવામાં સફળ રહી અને તેનો બચી ગયો.
આ ઘટનાની જાણકારી વાયુવેગે ફેલાયા બાદ વિસ્તારમાં ઘણા તણાવનો માહોલ છે. પોલીસનું કહેવું છે કે વિદ્યાર્થિનીની મેડિકલ તપાસ કરાવવામાં આવી રહી છે અને 164ના નિવેદન અને મેડિકલ રિપોર્ટના આધાર પર આગળની કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લામાં થયેલી આ ગેંગરેપની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર