Home /News /national-international /Chatra Acid Attack: ઝારખંડમાં પાગલપ્રેમીએ મા-દીકરી પર એસિડ ફેંક્યુ; દીકરી 45 ટકા દાઝી, આંખ પણ ગુમાવી
Chatra Acid Attack: ઝારખંડમાં પાગલપ્રેમીએ મા-દીકરી પર એસિડ ફેંક્યુ; દીકરી 45 ટકા દાઝી, આંખ પણ ગુમાવી
હંટરગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવામાં આવી હતી પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી નહોતી કરી - ફાઇલ તસવીર
Chatra Acid Attack: ઝારખંડના ચતરામાં આ ઘટના બન્યા પછી તાત્કાલિક પીડિતાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જો કે, પીડિતાની આંખ સંપૂર્ણપણે ખરાબ થઈ ગઈ છે અને તે 50 ટકા જેટલી દાઝી ગઈ છે.
રાંચીઃ ઝારખંડની અંકિતા પર પેટ્રોલ છાંટીને સળગાવી દેવાની ઘટનાના પડઘાં હજુ પડી રહ્યા છે ત્યાં જ રાજ્યમાં એસિડ એટેકનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ચતકા જિલ્લામાં એકતરફી પ્રેમમાં પાગલ યુવાને 17 વર્ષીય સગીરા પર એસિડ ફેંક્યું છે. 5 ઓગસ્ટે સગીરા સાથે આ ઘટના બની હતી ત્યારે તે ઊંઘી રહી હતી. અચાનક ઘરની દીવાલ કૂદીને આરોપી સંદીપ આવ્યો અને મા-દીકરી પર એસિડ ફેંકી ભાગી ગયો હતો. ત્યારે તાત્કાલિક બંનેને સારવાર માટે રિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસને જણાવ્યું હતું પણ કાર્યવાહી ના કરીઃ પરિવારજન
મા દેવાદ્રી યાદવે પોતાનો જીવ જેમ તેમ રીતે બચાવી દીકરીની સેવામાં લાગી ગઈ હતી. પરંતુ રિમ્સની કથળેલી સ્થિતિને કારણે દર્દીની હાલતમાં સુધારો થશે કે નહીં તે મામલે પરિવારજનો ભયભીત છે. એસિડ એટેકની આ ઘટના બાદ 6 ઓગસ્ટે દર્દી અત્યાર સુધી રિમ્સના બર્ન્ડ વોર્ડમાં ભરતી કરવામાં આવ્યા હતા, પરંતુ પીડિતાની હાલત વધુ ખરાબ થઈ રહી છે. પીડિતાના પરિવારજનોએ જણાવ્યુ હતુ કે, આ મામલે કાર્યવાહી કરવા માટે પોલીસને જણાવવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી હંટરગંજ પોલીસે કોઈ પગલાં લીધા નહોતા અને તેને લીધે જ પાગલપ્રેમીએ ઘરમાં ઘૂસી એસિડ ફેંક્યું હતું.
પીડિતાની માતાને દીકરીની ચિંતા થઈ રહી છે. તેમણે સીએમ હેમંત સોરેનને પોતાની દીકરીને દિલ્હીની મોટી હોસ્પિટલમાં ખસેડવાની માગ કરી છે. ત્યાં જ પીડિતાએ આ ઘટના પછી આરોપી સંદીપને ફાંસી આપવાની માગ કરી છે. પીડિતા 45% જેટલી દાઝી ગઈ છે. તેનું ઇન્ફેક્શન દરરોજ વધી રહ્યું છે. એસિડ એટેકથી પીડિતાની એક આંખ સંપૂર્ણરીતે ખરાબ થઈ ગઈ છે. ધીમી ગતિની સારવાર અને વધી રહેલા ઇન્ફેક્શનને કારણે પીડિતાનું મોત ન થઈ જાય તે મામલે પરિવારજનો ઘણાં પરેશાન છે.
ઝારખંડના દુમકામાં વિધર્મીએ વહેલી સવારે સગીરા ઘરમાં સૂતી હતી ત્યારે બારીમાંથી પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી. ત્યારે ગઈકાલે પીડિતાએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે તમામ લોકો એકસાથે આરોપી માટે ફાંસીની સજાની માગ કરી રહ્યા છે.
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર