Home /News /national-international /ઓઢણીથી ગળું દબાવીને પતિએ કરી પત્નીની હત્યા, નાનાભાઇ સાથે આડાસંબંધની હતી શંકા

ઓઢણીથી ગળું દબાવીને પતિએ કરી પત્નીની હત્યા, નાનાભાઇ સાથે આડાસંબંધની હતી શંકા

પતિએ પત્નીની હત્યા કરી.

Husband kills wife: આરોપીએ જણાવ્યું હતું કે, જ્યારે તે દારૂ પીને ઘરે આવતો ત્યારે પણ તે ઝઘડો કરતી હતી. એટલે ગુસ્સામાં આવીને તેણે પત્નીની હત્યા કરી નાંખી હતી. પહેલા બેઝબોલ બેટથી તેનું માથું ફોડ્યું અને પછી ઓઢણીથી તેનું ગળું દબાવ્યું.

વધુ જુઓ ...
નવી દિલ્હી: ગાઝીયાબાદના મિસલગઢી (Misalgadi)માં રહેતી 24 વર્ષીય ટીનાની સોમવારે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ મામલે મૃતકના 26 વર્ષીય પતિ ગૌરવની ધરપકડ (husband arrested) કરવામાં આવી હતી. સાંજે 7 વાગ્યે જ્યારે તે પકડાયો ત્યારે તેણે ગુનો કબૂલી લીધો હતો અને પોલીસને જણાવ્યું હતું કે, તેને ટીના પર કોઈની સાથે અફેર હોવાની શંકા છે.

ગુસ્સામાં કરી હત્યા


આરોપીએ જણાવ્યું હતું કે, જ્યારે તે દારૂ પીને ઘરે આવતો ત્યારે પણ તે ઝઘડો કરતી હતી. એટલે ગુસ્સામાં આવીને તેણે પત્નીની હત્યા કરી નાંખી હતી. પહેલા બેઝબોલ બેટથી તેનું માથું ફોડ્યું અને પછી ઓઢણીથી તેનું ગળું દબાવ્યું. જ્યારે તે મૃત્યુ પામી હોવાની પુષ્ટિ થઈ ત્યારે તે ઘર છોડીને ભાગી ગયો હતો.


પાર્કમાંથી બેભાન હાલતમાં મળ્યો પતિ


પોલીસે જણાવ્યું હતું કે, સવારે 7 વાગ્યે એક યુવકે ફોન પર માહિતી આપી હતી કે ગોવિંદપુરમના એક પાર્કમાં ગૌરવ નામનો એક વ્યક્તિ બેભાન અવસ્થામાં પડ્યો છે, તેના કપડાં લોહીલૂહાણ છે. તેણે તેની પત્નીની હત્યા કરી નાંખી છે. વાસ્તવમાં માહિતી આપનાર યુવક ગૌરવને ઓળખતો હતો. આ હાલતમાં ગૌરવને જોયા પહેલા તે તેની ઘરે ગયો હતો.


નાના ભાઇ સાથે અફેરની શંકા


તેણે ગૌરવના પરિવારને કહ્યું કે તે પાર્કમાં બેભાન અવસ્થામાં પડ્યો છે. આ સાંભળીને પરિવારના સભ્યો ઘરને તાળું મારીને ફરાર થઇ ગયા હતા. પોલીસે ગૌરવની પાર્કમાંથી ધરપકડ કરી પૂછપરછ કરી હતી. તેણે કહ્યું કે તેણે નવ મહિના પહેલા ડિસેમ્બર 2021માં ટીના સાથે લગ્ન કર્યા હતા. તેને લાગતું હતું કે ટીના તેને પ્રેમ નથી કરતી, જ્યારે તેના નાના ભાઈની ખૂબ કાળજી લેતી હતી. એટલા માટે તેને શંકા હતી કે બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. જો કે, તેને આ વાતનો કોઈ પુરાવો મળી શક્યો નથી.એસપી રૂરલ ડો. ઇરાજ રાજાએ જણાવ્યું હતું કે ટીનાની હત્યામાં વપરાયેલ બેઝબોલ બેટ અને ઓઢણી મળી આવી છે. આ હત્યા પાછળ ગૌરવનો નશો અને તેની પત્ની પરની શંકા જવાબદાર હોવાનો ખુલાસો થયો છે.

આવો હતો સમગ્ર ઘટનાક્રમ :


સવારે 4 વાગ્યે: ગૌરવે ટીનાની હત્યા કરી

5 વાગ્યે: ગૌરવ ઘરેથી નાસી ગયો

સાડા પાંચ વાગ્યે: ગૌરવ પાર્કમાં બેભાન હાલતમાં મળ્યોસવારે પોણા છ વાગ્યે: પરીવાર ઘરેથી ફરાર થયો

સવારે 6 વાગ્યે: પોલીસે ગૌરવને ઝડપી લીધો

સવારે 7 વાગ્યે: પોલીસ ગૌરવની ઘરે પહોંચી.
First published:

Tags: Husband, Wife, ગુનો, પોલીસ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन