'ખેડૂતો માટે મગરમચ્છના આંસુ દેખાડનારાને કેમ ન દેખાઈ અધૂરી સિંચાઈ પરિયોજના'

News18 Gujarati
Updated: July 15, 2018, 1:55 PM IST
'ખેડૂતો માટે મગરમચ્છના આંસુ દેખાડનારાને કેમ ન દેખાઈ અધૂરી સિંચાઈ પરિયોજના'

  • Share this:
પૂર્વાંચલના બે દિવસના પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મિર્ઝપુર પહોંચ્યા. અહીં તેમણે વર્ષોથી પડતર રહેલી બાણસાગર પરિયોજનાનું ઉદ્ધાટન કર્યું. આ પ્રસંગે તેમણે મેડિકલ કોલેજનો શિલાન્યાસ સહિત કરોડોની યોજનાની ભેટ આપી. મોદીએ બાણ સાગર પરિયોજનાને લઈ વિપક્ષ પર જબરદસ્ત વાક પ્રહાર કર્યા.

પીએમ મોદીએ કહ્યું કે, બાણસાગર પરિયાજના અપૂર્ણ સોચ અને સીમિત ઈચ્છાશક્તિનું ઉદાહરણ છે, જેની ખુબ મોટી કિંમત યૂપીની પ્રજાએ ચુકવવી પડી છે. આના કારણે દેશને આર્થિક રીતે પણ નુકશાન પહોંચ્યું છે. તેમણે કહ્યું કે, લોકો આજકાલ ખેડૂતો માટે મગરમચ્છના આંસુ પાડી રહ્યા છે, આખરે તેમને પોતાના સાશનકાળમાં દેશભરમાં ફેલાયેલી આ રીતની અધૂરી સિંચાઈ પરિયોજનાઓ કેમ દેખાઈ નથી. કેમ ખેડૂતોના હીત માટેના કાર્યો અધૂરા છોડી દેવામાં આવ્યા હતા.

આ પહેલા પીએમ મોદીએ મિર્ઝાપુરમાં પણ જનસભાની શરૂઆત પોતાના ચિરપરિચિત અંદાજમાં ત્યાંની સ્થાનિક ભાષા સાથે કરી. તેમણે કહ્યું કે, 'આજે મિર્ઝાપુરમાં હમરે બદે બહુત ગર્વ કા બાત બ. જગદજનની માઈ વિંદ્યવાસિની કે ગોદીમે તોહઈ સબકે દેખી કે હમકે બહુત ખુશી હોત બ. તૂ સબે બહૂત દેર સે હમી જોહત રહા. એકરે ખાતિર હમ પાંવ છુહ કે પ્રણામ કરત હઈ. આજ ઈતના ભીડ દેખિ કે હમકા વિશ્વાસ હુઈ ગવા કી માઈ કી કૃપા હમ પર બના બા ઔર આપ લોગન કી કૃપા સે આગે ભી એસા હી બના રહે'.

પીએમએ કહ્યું કે, વિંધ્ય પર્વત અને ભગીરથી વચ્ચે વસેલો આ વિસ્તાર સદીયોથી અપાર સંભાવનાઓનું કેન્દ્ર રહ્યો છે. અહીં થઈ રહેલ વિકાસ કાર્યો વચ્ચે આજે મને તમારો આશિર્વાદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મળ્યું છે.

બાણસાગર પરિયોજના આપશે 1.5 લાખ હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા
પીએમ મોદીએ કહ્યું કે, લગભગ 3500 કરોડની બામસાગર પરિયોજનાથી આ પુરા વિસ્તારામં 1.5 લાખ હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા મળશે. છેલ્લા બે દિવસમાં વિકાસની અન્ય યોજનાઓને પૂર્વાંચલની પ્રજાને સમર્પિત કરવા અથવા ફરી નવા કામ શરૂ કરવાનો અવસર મને મળ્યો છે.પીએમ મોદીએ કહ્યું કે, 2014માં અમારી સરકાર આવ્યા બાદ અમે અટકેલી-લટકેલી-ભટકેલી યોજનાઓને શોધવાનું શરૂ કર્યું, તો તેમાં આ પ્રોજેક્ટનું નામ પણ હતું. ત્યારબાદ બામસાગર પરિયોજનાને પ્રધાનમંત્રી કૃષી સિંચાઈ યોજના હેઠળ જોડવામાં આવી અને આને પૂરી કરવા તમામ ઉર્જા લગાવી દીધી.

કેમ 300 કરોડની બાણસાગર યોજના 3500 કરોડમાં પૂરી થઈ શકી
બાણસાગર પરિયોજનામાં મોડુ થવાના કારણે દેશને પણ આર્થિકરૂપે મોટુ નુકશાન થયું છે. લગભગ 300 કરોડના બજેટમાં શરૂ થયેલી આ યોજના લગભગ 3500 હજાર કરોડ રૂપિયામાં પૂરી થઈ.

સોનભદ્રથી ઈલાહાબાદ સુધીના લોકોને લાભ આપશે મિર્ઝાપુર મેડિકલ કોલેજ
પીએમ મોદીએ કહ્યું કે, સસ્તી અને સારી વ્યવસ્થા સેવા ગરીબોને આપવી તે આ સરકારનો એક મોટો સંકલ્પ છે. અહીં બનવાવાળી નવી મેડિકલ કોલેજથી માત્ર મિર્ઝાપુર જ નહી, પરંતુ સોનભદ્ર, ભદોહી, ચંદોલી અને ઈલાહાબાદના લોકોને પણ મોટો લાભ મળશે. સાથે આજે 100 ઔષધી કેન્દ્રોનું પણ લોકાર્પણ કરવાામાં આવ્યું છે. આ જન ઔષધી કેન્દ્ર ગરીબ, નિમ્ન મધ્યમ વર્ગ માટે ખુબ મોટો સહારો બની રહ્યો છે. આ કેન્દ્રોમાં 700થી વધારે દવાઓ અને દોઢસોથી વધારે સર્જરીનો સામાન સસ્તા ભાવે ઉપલબ્ધ છે.
First published: July 15, 2018, 1:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading