'ફરીથી એક શહીદ માર્યો ગયો', પ્લેન ક્રેશમાં માર્યા ગયેલા પાયલટ પરની કવિતા વાયરલ

સ્ક્વાડ્રન લીડર સમીર અબ્રોલ (ફાઇલ ફોટો)

સમીરના ભાઈ સુશાંત અબ્રોલે જણાવ્યું કે જ્યારે તેઓ પોતાના ભાઈના પાર્થિવદેહને લઈને પરત ફરી રહ્યા હતા ત્યારે તેમણે આ કવિતા લખી હતી

 • Share this:
  બેંગલુરુમાં મિરાજ 2000 એરક્રાફ્ટના ક્રેશ દરમિયાન જીવ ગુમાવનારા સ્ક્વાડ્રન લીડર સમીર અબ્રોલ પર લખવામાં આવેલી એક કવિતા સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે. આ કવિતા સમીરના ભાઈ સુશાંત અબ્રોલે સોશિયલ મીડિયા પર લખી છે. તેઓએ જણાવ્યું કે જ્યારે તેઓ પોતાના ભાઈના પાર્થિવદેહને લઈને પરત ફરી રહ્યા હતા ત્યારે તેઓએ આ કવિતા લખી હતી. ઉલ્લેખનીય છે કે, 1 ફેબ્રુઆરીના રોજ બેંગલુરુમાં ટેસ્ટ ફાઇટ દરમિયાન મિરાજ 2000 ફાઇટર પ્લેન ક્રેશ થઈ ગયું હતું. તેના કારણે સ્ક્વાડ્રન લીડર સમીર અબ્રોલ અને તેમના સાથી સ્ક્વાડ્રન લીડર સિદ્ધાર્થ નેગીનું મોત થયું હતું.

  આ કવિતા સમીરની પત્ની ગરિમાના નામથી ઘણી શેર કરવામાં આવી. તેમાં કહેવામાં આવ્યું છે કે કેવી રીતે એક જવાન આકાશથી જમીન પર પડ્યો અને પ્લેનનું માત્ર બ્લેક બોક્સ મળ્યું.

  સુશાંતે જણાવ્યું કે તેમની પોસ્ટ સિસ્ટમને લઈને હતી અને તેને કોઈ વ્યક્તિ પર ન લેવામાં આવે. તેઓએ જણાવ્યું કે જે ફ્લાઇટથી તેઓ આવી રહ્યા હતા તેમાં આઠ ઓફિસર પણ હતા. તેમની આંખોમાં આંસુ હતા. તેઓએ કહ્યું કે, મને લાગે છે કે આ બધું તેમાંથી કોઈ પણની સાથે થઈ શકે છે. આ કોઈ પરિવારનું નહીં પરંતુ એરફોર્સનું નુકસાન છે. જે મેં લખ્યું તે ભાવનાઓ દ્વારા આવ્યું.

  તેઓએ જણાવ્યું કે સમીરે ટેસ્ટ પાયલટ બનવાનો નિર્ણય કર્યો જે સામાન્ય ફાઇટર પાયલટથી પાંચ ગણું વધુ જોખમભર્યું કામ છે.

  સુશાંતે જણાવ્યું કે તેમનો પરિવાર ક્રેશની તપાસના પરિણામોની રાહ જોઈ રહ્યું છે. રક્ષા મંત્રી નિર્મલા સીતારામને મંગળવારે અબ્રોલના પરિવાર સાથે મુલાકાત કરી. અબ્રોલ પરિવારે મંગળવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે તેમને ભારતીય એરફોર્સ પર પૂરો વિશ્વાસ છે.

  કવિતામાં લખ્યું છે-

  અને જેવો તે આકાશથી જમીન પર પડ્યો, તેના હાડકા તૂટી ચૂક્યાં હતાં,
  બધું વિખેરાઈ ગયું માત્ર એક બ્લેક બોક્સ મળ્યું.
  તે સુરક્ષિત નિકળ્યો પરંતુ પેરાશૂટે આગ પકડી લીધી,
  તેના કારણે તેની અને પરિવારની તમામ ઈચ્છાઓ તોડી દીધી.
  આ પ્રકારે તૂટતા શ્વાસ તેણે ક્યારેય નથી લીધા જે રીતની તે અંતિમ વાર લઈ રહ્યો હતો,
  જ્યારે નોકરશાહીએ પોતાના ભ્રષ્ટ ચીજ અને વાઇનનો સ્વાદ માણ્યો.
  આપણે આપણા યોદ્ધાઓને જૂના થયેલા મશીનોને લડવા માટે આપીએ છીએ,
  તેમ છતાંય તેઓ પોતાની તાકાત અને જોશથી પરિણામો આપે છે.

  જેવો તે આકાશથી જમીન પર પડ્યો,
  ફરીથી એક શહીદ માર્યો ગયો.
  એક ટેસ્ટ પાયલટનું કામ કેટલું અક્ષમ્ય છે
  પરંતુ કોઈને તો રસ્તો દર્શાવવા માટે આ જોખમ ઉઠાવવું પડશે.

  મારા ભાઈ પર ગર્વ છે
  લડાઈ હંમેશા ચાલુ છે ભાઈ!!
  જય હિન્દ
  Published by:Mrunal Bhojak
  First published: