Home /News /national-international /

બેંગલુરુ ખાતે ફાઇટર એરક્રાફ્ટ મિરાજ-2000 ક્રેશ, પાયલટનું મોત

બેંગલુરુ ખાતે ફાઇટર એરક્રાફ્ટ મિરાજ-2000 ક્રેશ, પાયલટનું મોત

વિમાન તૂટી પડ્યું તે સાઇટ

HAL (હિન્દુસ્તાન એરોનેટિક્સ લિમિટેડ)નું આ વિમાન HAL બેંગલુરુ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું હતું.

    ન્યૂઝ18 ગુજરાતી : બેંગલુરુ ખાતે તાલિમ દરમિયાન ફાઇટર વિમાન મિરાજ-2000 ક્રેશ થઈ ગયું હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. HAL (હિન્દુસ્તાન એરોનેટિક્સ લિમિટેડ)નું આ વિમાન HAL બેંગલુરુ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું હતું. વિમાન દુર્ઘટનામાં વિમાનના બંને પાયલટનું મોત થયું છે.

    એરફોર્સ તરફથી આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી કે પ્લેનક્રેશમાં બંને પાયલટના મોત થયા છે. મૃતક પાયલટની ઓળખ સમીર અબરોલ અને સિદ્ધાર્થ નેગી તરીકે કરવામાં આવી છે.

    અકસ્માત સવારે 10.30 વાગ્યાની આસપાસ બન્યો હતો. પ્લેન ટેક ઓફ કરી રહ્યું હતું ત્યારે જ બંને પાયલટના મોત થયા હતા. જોકે, એ વાત સ્પષ્ટ નથી થઈ કે ટેક ઓફના કયા તબક્કામાં બંને પાયલટોએ ઇજેક્ટ(બહાર નીકળવાનો) નિર્ણય લીધો હતો. આ પ્લેનમાં એવી વ્યવસ્થા હતી કે પાયલટ પ્લેન રનવે પર ઉભું હોય તો પણ સીટ સાથે ઈજેક્ટ થઈ શકે.

    નોંધનીય છે કે ત્રણ દિવસ પહેલા ઉત્તર ઉત્તર પ્રદેશના કુશીનગરમાં એરફોર્સનું જગુઆર ફાઇટ પ્લેન ક્રેશ થયું હતું. ઘટના સમયે પ્લેનમાં માત્ર એક પાયલટ સવાર હતો. પ્લેનનું સંતુલન બગડ્યા બાદ પાયલટ પેરાશૂટની મદદથી બહાર આવી ગયો. તે સુરક્ષિત હોવાના અહેવાલ મળી રહ્યા છે. મળતી જાણકારી મુજબ કુશીનગરના હેતિમપુરની પાસે ખેતરમાં પ્લેન ક્રેશ થઈને પડ્યું. નીચે પડતાં જ પ્લેનમાં આગ લાગી ગઈ.

    ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ગામ લોકો એકત્ર થઈ ગયા. મળતી માહિતી મુજબ આ એક ટ્રેનિંગ પ્લેન હતું જેણે ગોરખપુર એરબેઝથી ઉડાણ ભરી હતી. ઉડાણ ભર્યાની 10 મિનિટન બાદ જ પ્લેન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

    ક્રેશ થયેલું પ્લેન પાયલટ અરવિંદ કુમાર ઉડાવી રહ્યા હતા. પ્લેનમાં ગડબડ આવ્યા બાદ તેઓએ પ્લેનને નદી તરફ ફેરવી દીધું અને પેરાશૂટની મદદથી તેઓ પ્લેનથી કૂદી પડ્યા. તેમને સામાન્ય ઇજાઓ થઈ છે.
    ભારતીય એરફોર્સ તરફથી સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે જગુઆર એરક્રાફ્ટ ગોરખપુરથી રૂટિન મિશન પર હતું તે સમયે ક્રેશ થયું. પાયલટ સુરક્ષિત રીતે પ્લેનમાંથી ઇજેક્ટ થવામાં સફળ રહ્યો. આ અકસ્માતને લઈ કોર્ટ ઓફ ઇન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Aircraft, Pilot, PLANE CRASH

    આગામી સમાચાર