Home /News /national-international /Video: ખરગોનના ઓખલેશ્વર ધામમાં ચમત્કાર! હનુમાનજીની પ્રતિમાનો પલક ઝપકાવતો વીડિયો વાયરલ

Video: ખરગોનના ઓખલેશ્વર ધામમાં ચમત્કાર! હનુમાનજીની પ્રતિમાનો પલક ઝપકાવતો વીડિયો વાયરલ

હનુમાનજીનો પલક ઝપકાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

Video: મધ્ય પ્રદેશ રાજ્યના ખરગોન જિલ્લાના ઓખલેશ્વર ધામનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં હનુમાનજી પલક ઝપકાવતા જોવા મળી રહ્યા છે. જો કે, ન્યૂઝ18 ગુજરાતી આ વીડિયોની પુષ્ટી કરતું નથી.

    ભોપાલઃ રાજ્યના ખરગોન જિલ્લાના ઓખલેશ્વર ધામમાં એક ચમત્કાર જોવા મળ્યો છે. તેનો વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. વાયરલ વીડિયોમાં હનુમાનજીની પ્રતિમા પલક ઝપકાવતી જોવા મળે છે. જો કે, ન્યૂઝ18 ગુજરાતી આ વીડિયોની પુષ્ટી કરતું નથી. જાણકારી પ્રમાણે, મંદિરમાં દર મહિને રોહિણી નક્ષત્રમાં 27મા દિવસે હનુમાનજીનો વિશેષ શ્રૃંગાર કરવામાં આવે છે. ત્યાં લોકોએ દાવો કર્યો છે કે, શ્રૃંગાર દરમિયાન હનુમાનજીની પ્રતિમાએ પલક ઝપકાવી હતી. વાયરલ વીડિયોમાં હનુમાનજીની પલક ઝપકાવતા જોવા મળી રહ્યા છે.

    પુજારીએ ચમત્કાર ગણાવ્યો


    મંદિર ખૂબ જ જૂનું છે. આ પહેલાં પણ મંદિર સાથે જોડાયેલી કેટલીય વાતો સામે આવી હતી. પરંતુ આ વીડિયોમાં ચોખ્ખેચોખ્ખું જોઈ શકાય છે કે, હનુમાનજી પલક ઝપકાવે છે. આ જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત છે. કહેવામાં આવે છે કે, વાયરલ વીડિયો મંદિરમાં આવેલા એક ભક્તે બનાવ્યો છે. આ વીડિયો શ્રૃંગાર સમયનો છે. તેમાં હનુમાનજીની પલક ખૂલતી અને બંધ થતી જોઈ શકાય છે. મંદિરમાં આવનારા ભક્તો સહિત પૂજારી આ ઘટનાને ચમત્કાર ગણાવી રહ્યા છે.



    હનુમાનજી દરેકની મનોકામના પૂરી કરે છે

    આ મંદિર વિશે માન્યતા છે કે, અહીં આવનારા દરેક ભક્તો તમામ મનોકામના પૂરી કરે છે. વર્ષમાં 13 વખત હનુમાનજીનો વિશેષ શણગાર કરવામાં આવે છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Madhya pradesh news, Video viral, Viral videos

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन