ચમત્કારનો Video વાયરલ! બાળકી પર પડી પાંચ માળની બિલ્ડીંગ, કલાકો બાદ કાટમાળમાંથી જીવતી નીકળી

બાળકી પર પડી પાંચ માળની બિલ્ડીંગ, કલાકો બાદ કાટમાળમાંથી જીવતી નીકળી

લોકો બાળકી જીવતી નીકળતા તેને ચમત્કાર ગણાવી રહ્યા, છોકરીને બહાર કાઢી ત્યારે તેને જીવતી જોઈ અનેક લોકો ભાવુક થઈ ગયા હતા. કોઈ માની ન શક્યું કે, આ છોકરી જીવતી હતી

 • Share this:
  એવું કહેવાય છે કે દુનિયામાં જે કંઈ પણ થાય છે, તેમાં ઉપરવાળાની ઇચ્છા સામેલ હોય છે. એક બાળકીને બચાવવાનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. બાળકીને 5 માળની ઇમારતના તૂટેલા કાટમાળમાંથી જીવતી (Baby Rescued From Rubble) બહાર કાઢવામાં આવી હતી. લોકો બાળકી જીવતી નીકળતા તેને ચમત્કાર ગણાવી રહ્યા છે. આ ચમત્કારનો વીડિયો વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. લોકો માનતા ન હતા કે કલાકો સુધી આટલી વિશાળ ઇમારતના કાટમાળ નીચે દટાયા બાદ પણ તેનો જીવ બચી ગયો હશે. બાળકીને બહાર કાઢીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી.

  આ કેસ 8 ઓક્ટોબરનો છે, જ્યારે જ્યોર્જિયામાં ગેસ વિસ્ફોટ થયો હતો. આમાં, આજુબાજુની ઘણી ઇમારતોને નુકસાન થયું હતું. તે, પાંચ માળની ઇમારત સંપૂર્ણપણે ખંડેર થઈ તૂટી પડી હતી. દુર્ઘટના સમયે બિલ્ડિંગમાં કેટલાક લોકો હાજર હતા. આ બધા કાટમાળમાં દટાયા. જો કે, આ લોકોમાંથી કોઈ પણ જીવિત રહે તેવી અપેક્ષા નહોતી. લગભગ 300 લોકોની ટીમ આ તમામને શોધી રહી હતી. કલાકો પછી, રેસક્યૂ ટીમને કાટમાળ નીચે એક બાળકના રડવાનો અવાજ સાંભળ્યો. અવાજ અને આશા વચ્ચે લોકોએ કાટમાળ હટાવવાનું શરૂ કર્યું, જ્યાંથી તેમને આ બાળક જીવતુ મળી આવ્યું.

  આ પણ વાંચોસાત માળની બિલ્ડીંગ ઘરાશાયી LIVE Video, ગણતરીના સેન્ડમાં થઈ જમીન-દોસ્ત

  આ પણ વાંચોપોલીસ સ્ટેશનની બહાર જ સાળા - બનેવી વચ્ચે મારા મારી, મહિલાઓ પણ ભીડાઈ - See Video

  લોકોએ બાળકીને કાટમાળમાંથી બહાર કાઢ્યું

  છોકરીને બહાર કાઢી ત્યારે તેને જીવતી જોઈ અનેક લોકો ભાવુક થઈ ગયા હતા. કોઈ માની ન શક્યું કે, આ છોકરી જીવતી હતી. હવે બાળકીને જીવતી જોયા બાદ રેસ્ક્યુ ટીમને બાકીના લોકોની પણ જીવીત હોવાની આશા બંધાઈ છે. તેને જોતા બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે. બચાવાયેલી બાળકીની ઉંમર 6 વર્ષ હોવાનું કહેવાય છે. તે મકાનની નીચે પાર્ક કરેલી કારમાંથી મળી આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, તે અકસ્માત સમયે કારની અંદર પાર્કિંગમાં હશે. પછી આખું મકાન તેના પર પડ્યું. પરંતુ છોકરીના નસીબે તેને બચાવી લીધી. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે છોકરીના પરિવારના સભ્યો જીવિત છે કે નહીં.
  Published by:kiran mehta
  First published: