મહારાષ્ટ્રમાં સગીર પરિણીતા સાથે 6 મહિનામાં 400 લોકોએ આચર્યુ દુષ્કર્મ, 3ની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

પીડિત સગીરાની માતાનું બે વર્ષ પહેલા અવસાન થયું હતું. જે બાદ તેના પિતાએ તેના લગ્ન કરાવી દીધા હતા.

 • Share this:
  ઔરંગાબાદ: નોકરીની લાલચ આપીને સગીર પરિણીતા (minor girl rape) પર છેલ્લા છ મહિનામાં 400 વખત બળાત્કાર ગુજારવાની ભયાનક ઘટના સામે આવતા મહારાષ્ટ્ર (Maharashtra) પોલીસે કાર્યવાહી કરીને 3 લોકોની ધરપકડ કરી છે. હાલ, પીડિતા બે માસની ગર્ભવતી છે. બીડના પોલીસ અધિક્ષક (એસપી) રાજા રામાસામીએ જણાવ્યું કે, પીડિતાની ફરિયાદના આધારે પોલીસે બાળ લગ્ન અધિનિયમ, બળાત્કાર, છેડતી અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.

  ન્યૂઝ 18 લોકમત (મરાઠી) માં પ્રકાશિત અહેવાલ મુજબ, મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં 6 મહિનાના ગાળામાં એક સગીર છોકરી પર 400 જુદા જુદા લોકો દ્વારા કથિત રીતે બળાત્કાર કરવામાં આવ્યો હતો. જેમાં એક પોલીસકર્મી પણ સામેલ છે. સગીર યુવતી હવે ગર્ભવતી છે. તેના પર બળાત્કારની આ ઘટના ત્યારે સામે આવી છે જ્યારે, ડોમ્બિવલીમાં થોડા અઠવાડિયા પહેલા 33 છોકરાઓએ એક સગીર છોકરી સાથે ગેંગરેપ કર્યો હતો. થાણે જિલ્લામાં સામૂહિક બળાત્કારની આ ઘટના બાદ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે.

  આ પણ વાંચો - Video: દીવમાં પેરાસેલિંગકરતા પેરાશૂટનું દોરડું તૂટયું, દંપતી 50 ફૂટથી વધુની ઊંચાઇએથી દરિયામાં પડ્યુ

  આ નવા રેપ કેસમાં લોકમતમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ પીડિત સગીરાની માતાનું બે વર્ષ પહેલા અવસાન થયું હતું. જે બાદ તેના પિતાએ તેના લગ્ન કરાવી દીધા હતા. લગભગ એક વર્ષ સુધી તેની સાસરીમાં રહ્યા બાદ તે ઘરે પરત ફરી હતી. તેના સાસરાએ તેની છેડતી પણ કરી હોવાનો આરોપ છે.

  આ પણ વાંચો - ભારતમાં આજે કોરોનાના નવા 10,229 કેસ નોંધાયા, ગઈકાલની સરખામણીએ 9.2% ઓછા

  થોડા દિવસો પછી તે નોકરીની શોધમાં અંબેજોગાઈ ટાઉન ગઇ. લોકમતના અહેવાલ મુજબ, અંબેજોગાઈમાં નોકરી અપાવવાનું વચન આપીને બે શખ્સોએ સગીર યુવતી પર દુષ્કર્મ કર્યું હતું. આ પછી એક પોલીસકર્મી સહિત અન્ય 100 લોકોએ પણ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. 6 મહિનામાં લગભગ 400 લોકોએ સગીરા પર બળાત્કાર કર્યો.
  Published by:Kaushal Pancholi
  First published: