સ્કૂલે જતી વિદ્યાર્થિનીનું અપહરણ કરી ચાલતી કારમાં દુષ્કર્મ આચર્યું, એક આરોપી ઝડપાયો

News18 Gujarati
Updated: January 3, 2020, 11:35 AM IST
સ્કૂલે જતી વિદ્યાર્થિનીનું અપહરણ કરી ચાલતી કારમાં દુષ્કર્મ આચર્યું, એક આરોપી ઝડપાયો
પ્રતીકાત્મક તસવીર

નરાધમોએ તમંચો બતાવીને અપહરણ કર્યા બાદ સગીરા પર આચર્યું દુષ્કર્મ, જાનથી મારી નાખવાની આપી ધમકી

  • Share this:
બુલંદશહર : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના બુલંદશહર (Bulandshahr)માં સગીર વિદ્યાર્થિની સાથે ચાલતી કારમાં ગેંગરેપ (Gangrape)નો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે ગામના બે નરાધમોએ સ્કૂલ જઈ રહેલી વિદ્યાર્થિનીને તમંચો બતાવીને રસ્તેથી ઉઠાવીને ચાલતી કારમાં ગેંગરેપ કર્યો. આ ઉપરાંત આરોપીઓએ આ ઘટનાનો મોબાઇલથી વીડિયો પણ ઉતાર્યો. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી પીડિતાને જીવતી મારી નાખવાની ધમકી આપીને રસ્તા કિનારે ફેંકીને ફરાર થઈ ગયો. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે કેસ નોંધી લીધો છે અને પીડિતાને મેડિકલ તપાસ માટે હૉસ્પિટલ મોકલી આપી. પોલીસે કાર્યવાહી કરતાં બંને આરોપીમાંથી એકની ધરપકડ કરી લીધી છે. સાથોસાથ તેની કારને પણ જપ્ત કરી દીધી છે જેમાં ઘટનાને અંજામ આપવામાં આવ્યો. પોલીસ ફરાર બીજા આરોપીની શોધખોળ કરી રહી છે.

આ ઘટના બુલંદશહરના ખાનપુર પોલીસ સ્ટેશન હદની છે. મળતી જાણકારી મુજબ, અહીં ધોરણ-12માં ભણનારી વિદ્યાર્થિની રોજની જેમ પહેલી જાન્યુઆરીએ સ્કૂલ જઈ રહી હતી. આ દરમિયાન તેના જ ગામના બે યુવકોએ તેને રસ્તામાં રોકી અને તમંચાનો ડર બતાવી તેનું પોતાની સ્વિફ્ટ કારમાં અપહરણ કરીને ગેંગરેપ કર્યો.

એક આરોપીની ધરપકડ, સ્વિફટ કાર પણ જપ્તપીડિતાએ ઘરે પરત ફર્યા બાદ પિતાને પોતાની સાથે થયેલી હેવાનિયત વિશે જણાવ્યું. ત્યારબાદ પીડિત પરિવાર તેને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્ફો. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો. પીડિત પરિવારએ માંગ કરી છે કે આરોપીઓને ફાંસી કે શૂટઆઉટની સજા કરવામાં આવે. બુલંદશહરના વરિષ્ઠ પોલીસ અધીક્ષક (એસએસપી) સંતોષ કુમાર સિંહે જણાવ્યું કે, ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલીક એફઆઈઆર નોંધી અને એક આરોપીની ધરપકડ કરી લીધી. બીજા આરોપીની તલાશ કરવામાં આવી રહી છે. મામલામાં પોલીસે આરોપીઓની કાર પણ જપ્ત કરી લીધી.

(ઇનપુટ : સૈયદ અલી શહર)


આ પણ વાંચો, જવાનના મોતનો આઘાત સહન ન કરી શકતાં પત્નીએ કૂવામાં ઝંપલાવી આપ્યો જીવ
First published: January 3, 2020, 11:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading