5 યુવકોએ સગીરા પર આચર્યું દુષ્કર્મ, વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર કર્યો વાયરલ

5 યુવકોએ સગીરા પર આચર્યું દુષ્કર્મ, વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર કર્યો વાયરલ
પ્રતીકાત્મક તસવીર

શેરડીના ખેતરમાં લઈ જઈ સગીરા પર આચર્યું દુષ્કર્મ, પોલીસે આરોપીઓને પકડવા 6 ટીમો બનાવી

 • Share this:
  સંદીપ મિશ્ર, સીતાપુરઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના સીતાપુર (Sitapur)માં એક સગીરના સાથે ગેંગરેપ (Gangrape)નો કેસ સામે આવ્યો છે. ગેંગરેપનો આરોપ ગામના જ 5 યુવકો પર લાગ્યો છે. એટલું જ નહીં આરોપીઓએ દુષ્કર્મ પીડિતાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. વીડિયો વાયરલ થતાં જ ગેંગરેપ પીડિતાના પરિજનો અને પોલીસને ઘટનાની જાણકારી આપી. પોલીસે તાત્કાલિક પ્રભાવથી આરોપીઓ પર કેસ નોંધી એક આરોપીની ધરપકડ કરી લીધી. બાકીના આરોપીઓની ધરપકડ માટે પોલીસની ટીમોએ તપાસ વધારી દીધી છે. સમગ્ર મામલો ઇમલિયા સુલ્તાનપુર પોલીસ સ્ટેશનની છે. ગેંગરેપની આ ઘટના 7 સપ્ટેમ્બર 2020ની હોવાનું કહેવાય છે.

  આરોપ છે કે, સીતાપુરના ઇમલિયા સુલ્તાનપુર વિસ્તાશના ભંડિયા ગામમાં 7 સપ્ટેમ્બર 2020ના રોજ દલિત સગીરા જ્યારે કુદરતી હાજત માટે ગઈ હતી, ત્યારે ગામના જ 5 યુવકોએ પીડિતાને પકડીને શેરડીના ખેતરમાં લઈ ગયા અને તેમની સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો. આરોપીઓએ ઘટનાની જાણકારી ઘરવાળાને આપશે તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી.  આ પણ વાંચો, દીવાલ પર ચોંટેલા દેડકાના પેટમાં થવા લાગી લાઇટ! Video જોઈ લોકો હેરાન

  ડરના કારણે સગીર પીડિતાએ કોઈને જાણકારી આપી નહીં, પરંતુ સોમવારે આરોપી યુવકોએ ગેંગરેપનો બનાવેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. વીડિયો વાયરલ થયા બાદ ગેંગરેપની ચોંકાવનારી ઘટનાની જાણકારી ઘરવાળાઓની સાથોસાથ પોલીસને થઈ. ત્યારબાદ હોબાળો મચી ગયો. પોલીસે તાત્કાલિક પ્રભાવથી પરિજનોની ફરિયાદ પર FIR નોંધી લીધી અને આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી.

  આ પણ વાંચો, SBI ગ્રાહકોને મોટો આંચકો! FD પર વ્યાજ ઘટ્યું, જાણો નવા Rates

  SP કરી રહ્યા છે મોનિટરિંગ, એક આરોપીની ધરપકડ

  ગેંગરેપની ઘટના પર એસપી આર.પી. સિંહ જાતે મોનિટરિંગ કરી રહ્યા છે અને તેઓ પોલીસ સ્ટેશન પર હાજર રહીને કાર્યવાહીને આગળ વધારવામાં લાગી ગયા છે. મામલાની તપાસ માટે પોલીસે 6 ટીમોને કામે લગાવી છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી છે. ઘટનામાં સામેલ ચાર અન્ય આરોપીઓની તલાશમાં પોલીસ દરોડા પાડી રહી છે. એસપીનું કહેવું છે કે ટૂંક સમયમાં તેમની પણ ધરપકડ કરી લેવાશે.
  Published by:Mrunal Bhojak
  First published:September 15, 2020, 08:30 am

  ટૉપ ન્યૂઝ