14 વર્ષની સગીરા સાથે 9 મહિના સુધી ગેંગરેપ, પ્રેગ્નેટ બનતા થયો ખુલાસો

પ્રતિકાત્મક તસવીર

કોરોનામાં લાગેલા લોકડાઉન વચ્ચે પણ આરોપી યુવતીને બદનામ કરવાની બીક બતાવી હવસનો શિકાર બનાવતા હતા

  • Share this:
    ભોપાલ : મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં ગેંગરેપનો સનસનીખેજ કેસ સામે આવ્યો છે. અહીં 4 લોકોએ મળીને 14 વર્ષની સગીરા યુવતી સાથે 9 મહિના સુધી દુષ્કર્મ કર્યું છે. આરોપીઓમાં ત્રણ સગીરાના ક્લાસમેટ છે. આ ચારેય સગીરાને ડરાવતા ધમકાવતા હતા. પોલીસે બધા આરોપીઓની ધરપકડ કરી લીધી છે. સગીરા હાલ ડોક્ટરોની દેખરેખમાં રહેશે કારણ કે હવે તે પ્રેગ્નેટ છે. આ કારણે તેની સાથે થયેલા દુષ્કર્મની જાણ થઇ હતી.

    રાતીબઢ પોલીસ સ્ટેશનના સુધેશ તિવારીના મતે સગીરા યુવતી હાલ 14 વર્ષની છે અને નવમાં ધોરણમાં અભ્યાસ કરે છે. તેની ફરિયાદ પર કેસ નોંધ્યો છે. યુવતી દ્વારા પોલીસને કરેલી ફરિયાદ પ્રમાણે ઘટના ગત વર્ષે ઓક્ટોબરથી લઇને અત્યાર સુધીની છે. 1 ઓક્ટોબરે યુવતીનો ક્લાસમેન્ટ તેને કોઇ આંગણવાડી કેન્દ્રમાં લઇ ગયો હતો. ત્યાં દુષ્કર્મ કર્યું. આ પછી તેણે પોતાના એક મિત્રને બોલાવ્યા પછી બીજા બે આવ્યા અને ડરાવી ધમકાવીને તેના પર રેપ કરવા લાગ્યા. આરોપીઓએ યુવતી સાથે મારપીટ પણ કરી હતી.

    આ પણ વાંચો - સુરત : આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાના ઘરે ભાજપના કાર્યકર્તાઓનો હંગામો

    લોકડાઉનમાં ન રોકાયા આરોપી

    પોલીસે જણાવ્યું કે કોરોનામાં લાગેલા લોકડાઉન વચ્ચે પણ આરોપી યુવતીને બદનામ કરવાની બીક બતાવી હવસનો શિકાર બનાવતા હતા. આ ચારેયે તેની સાથે 9 મહિના સુધી ગેંગરેપ કર્યો હતો. આ ઘટનાની ખબર ત્યારે પડી જ્યારે સગીરા યુવતી પ્રેગ્નેટ થઇ હતી. આમ છતા આરોપી દુષ્કર્મ કરતા હતા. આ દરમિયાન યુવતીની તબીયત ખરાબ થઇ ગઈ હતી. તેના પરિવારજનો તેને હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ડોક્ટરોને બતાવતા આખી ઘટનાની જાણ થઇ હતી.

    આ કારણે ના પડાવી શક્યા બાળક

    પોલીસે જણાવ્યું કે યુવતીના પરિવારજનોએ બાળક પડાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ પ્રેગ્નેસીને ઘણો સમય થઇ ગયો હતો. આથી નિરાશ થઇને પરિવારજનો પોલીસે પાસે આવ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી.
    Published by:Ashish Goyal
    First published: