Home /News /national-international /6 મહિનામાં સગીરા સાથે 400 લોકોએ કર્યો બળાત્કાર, પોલીસકર્મી પણ સામેલ, ગર્ભવતી થઇ પીડિતા

6 મહિનામાં સગીરા સાથે 400 લોકોએ કર્યો બળાત્કાર, પોલીસકર્મી પણ સામેલ, ગર્ભવતી થઇ પીડિતા

નોકરીનો વાયદો કરીને સગીરાનું યૌન શોષણ

rape news- પીડિત સગીરાને હાલ 2 મહિનાનો ગર્ભ છે

    ઔરંગાબાદ : દેશમાં મહિલાઓ અને સગીર દીકરીઓ પર યૌન ઉત્પીડનની (Sexual harassment)ઘટના રોજ સાંભળવા મળે છે. જોકે મહારાષ્ટ્રમાં (Maharashtra) એક ઘણી ક્રુર ઘટના સામે આવી છે. 14 નવેમ્બરે ન્યૂઝ 18 લોકમત (મરાઠી)માં આવેલા રિપોર્ટ પ્રમાણે મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં એક સગીર યુવતી સાથે કથિત રીતે છ મહિનાના ગાળામાં 400 અલગ-અલગ લોકોએ બળાત્કાર ( raped by 400 different people)કર્યો છે. જેમાં એક પોલીસકર્મી પણ સામેલ છે. સગીરા યુવતી હવે ગર્ભવતી (pregnant)બની છે.

    સગીરા સાથે બળાત્કારની આ ઘટના તે સમયે સામે આવી જ્યારે ડોંબિવલીમાં કેટલાક સપ્તાહ પહેલા 33 યુવકોએ સગીર યુવતી સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતો. ઠાણે જિલ્લામાં સામુહિક બળાત્કારની ઘટના પછી લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે.

    લોકમતમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે પીડિત સગીર યુવતીની માતાનું બે વર્ષ પહેલા મોત થયું હતું. જે પછી પિતાએ તેના લગ્ન કરી નાખ્યા હતા. સાસરિયામાં લગભગ એક વર્ષ રહ્યા પછી તે ઘરે પરત ફરી હતી. આરોપ છે કે સસરાએ પણ તેની સાથે ખરાબ વર્તુણક કરી હતી. કેટલાક દિવસો પછી તે નોકરીની શોધમાં અંબેજોગાઇ ટાઉન ગઈ હતી.

    આ પણ વાંચો - BJP જિલ્લા યુવા મોરચાના નેતાની તિક્ષણ હથિયારના ઘા મારી ક્રુર હત્યા, કારમાંથી મળી લાશ

    નોકરીનો વાયદો કરીને યૌન શોષણ

    લોકમતના રિપોર્ટ પ્રમાણે અંબેજોગાઇમાં નોકરી અપાવવાનો વાયદો કરીને બે લોકોએ સગીર યુવતી સાથે યૌન શોષણ કર્યું હતું. આ પછી તેની સાથે 100 અન્ય લોકોએ પણ બળાત્કાર કર્યો હતો. જેમાં એક પોલીસકર્મી પણ સામેલ હતો. 6 મહિનાની અંદર લગભગ 400 લોકોએ સગીરા સાથે બળાત્કાર કર્યો હતો.

    પીડિત સગીરાને હાલ 2 મહિનાનો ગર્ભ છે. હાલ આ મામલે પીડિતાના નિવેદન પર પોલીસે કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. આ મામલે અત્યાર સુધીમાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પીડિતા આ નવજાતને જન્મ ના આપે તે માટે ગર્ભપાતની પ્રક્રિયા પણ શરૂ થઇ ગઈ છે.

    આ પણ વાંચો - ભાઈએ બહેન સાથે બાંધ્યા સંબંધો, ગર્ભવતી થઇને નવજાત શિશુને આપ્યો જન્મ, ઝાડીઓમાં ફેંકી દીધું

    ડોંબિવલી ગેંગપેર કેસ, જાણો આખી ઘટના?

    એક સગીર યુવતીએ આરોપ લગાવ્યો હતો કે ડોંબિવલીના અલગ-અલગ વિસ્તારમાં તેની સાથે 29 જાન્યુઆરીથી 22 સપ્ટેમ્બર વચ્ચે લગભગ 33 યુવકોએ બળાત્કાર કર્યો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં એક આરોપીએ યુવતી પર બળાત્કાર કરીને તેનો વીડિયો બનાવ્યો હતો. આ પછી બ્લેકમેઇલ કરીને ધમકી આપી અલગ-અલગ યુવકોએ બળાત્કાર કર્યો હતો. ગેંગરેપનો આ મામલો સામે આવ્યો પછી પોલીસે કેસ નોંધ્યો છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Maharashtra, Sexual harassment, બળાત્કાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन