ઓડિશા: સરકારી હોસ્ટેલમાં સગીરાએ આપ્યો બાળકને જન્મ, ત્રણ અન્ય પ્રેગનન્ટ

News18 Gujarati
Updated: January 20, 2019, 11:06 AM IST
ઓડિશા: સરકારી હોસ્ટેલમાં સગીરાએ આપ્યો બાળકને જન્મ, ત્રણ અન્ય પ્રેગનન્ટ
મીર સુહૈલ દ્વારા બનાવવામાં આવેલો ક્રિએટિવ ફોટો

ઘટનાની જાણકારી ફેલાતા ભાજપના કાર્યકર્તાઓ તથા સ્થાનિક રહેવાસીઓએ વિરોધ પ્રદર્શન કર્યા અને દોષિતોની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી

  • Share this:
ઓડિશામાં અલગ-અલગ સ્થળો પર સરકારી નિવાસી વિદ્યાલયોમાં રહેનારાી બે સ્ટુડન્ટ સહિત કુલ ત્રણ સગીરા ગર્ભવતી હોવા અને એક અન્ય સગીરાએ એક બાળને જન્મ આપવાનો મામલો સામે આવ્યો છે.

પોલીસે આ જાણકારી આપતા જણાવ્યું કે ઢેંકનાલ, કાલાહાંડી અને જાજપુર જિલ્લામાં આ ઘટનાઓ સામે આવી છે. હજુ એક સપ્તાહ પહેલા જ રાજ્યના અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિય વિકાસ વિભાગ દ્વારા સંચાલિત કંધમાલ જિલ્લાથી આવી જ એક ઘટના સામે આવી હતી., જ્યાં એક નિવાસી સ્કૂલની 14 વર્ષીય સ્ટુડન્ટે હોસ્ટેલમાં એક બાળકીને જન્મ આપ્યો હતો. સગીરાએ 12 જાન્યુઆરીએ બાળકને જન્મ આપ્યો હતો.

ઢેંકનાલના સપ્તસજયામાં નિવાસી સ્કૂલના હેડમાસ્ટર જનાર્દન સમાલે શુક્રવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે આઠમા ધોરણમાં ભણતી સ્ટુડન્ટ ગર્ભવતી હોવાનું બહાર આવ્યું છે. ઉપ-વિભાગીય પોલીસ અધિકારી એસ કે કરીમે જણાવ્યું કે હેડમાસ્ટરની ફરિયાદના આધારે 14 વર્ષીય સ્ટુડન્ટનું નિવેદન નોંધવામાં આવ્યું છે. જાજપુર જિલ્લાના કાલિયાપાનીના 15 વર્ષીય એક કિશોરને પકડવામાં આવ્યો છે.

આ પણ વાંચો, અમરેલી: શિસ્ત શીખવાડવા શિક્ષકોએ બાળકોને કૂતરા સાથે એક રૂમમાં પુરી દીધા

ઘટનાની જાણકારી ફેલાતા ભાજપના કાર્યકર્તાઓ તથા સ્થાનિક રહેવાસીઓએ વિરોધ પ્રદર્શન કર્યા અને દોષિતોની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી. અધિકારીઓએ જણાવ્યું કે એક અન્ય ઘટનામાં કાલાહાંડી જિલ્લાના નરલા વિસ્તારમાં નવોદય નિવાસી સ્કૂલની નવમા ધોરણમાં ભણતી સ્ટુડન્ટ કથિત રીતે ગર્ભવતી હોવા તથા તેના પર ગર્ભપાતની લેવા લેવાનો સંદેહ છે.

કાલાહાંડીમાં જ એક અન્ય ઘટનામાં 24 વર્ષીય એક યુવકની 13 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં બાળકી ગર્ભવતી થઈ ગઈ હતી. જાજપુર જિલ્લામાં 15 વર્ષીય એક સગીરાએ ગુરુવારે કલિંગ નગર વિસ્તારમાં અકે બાળકને જન્મ આપયો. પોલીસે જણાવ્યું કે કિશોરી અને બાળક બંનેનો જિલ્લા હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.
First published: January 20, 2019, 10:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading