મંદિરમાં પ્રવેશ કરનાર સગીર દલિતને ઢોર માર માર્યો, વીડિયો વાયરલ

News18 Gujarati
Updated: June 5, 2019, 2:43 PM IST
મંદિરમાં પ્રવેશ કરનાર સગીર દલિતને ઢોર માર માર્યો, વીડિયો વાયરલ
પાલી જિલ્લામાં ઘટેલી આ ઘટના 1 જૂનની હોવાની વિગતો સામે આવી છે.

પીડિત યુવક લોકોની સામે હાથ જોડીને માફી માંગતો રહ્યો કે તે મંદિરે નહીં જાય છતાં કોઈ દયા ન દાખવી

  • Share this:
શ્યામ ચૌધરી, રાજસ્થાન

રાજસ્થાનના પાલી જિલ્લામાં એક સગીર દલિત યુવકને ઢોર માર મારવાની ઘટના ઘટી છે. આ ઘટના જૌતારણ તાલુકાના ધનેરિયા ગામની છે. ગામના એક દલિત યુવકે મંદિરમાં જઈને દર્શન કર્યા તેનાથી નાખુશ થયેલા લોકોએ તેના હાથ પગ બાંધીને રસ્તા વચ્ચે તેને લાકડીથી ઢોર માર માર્યો હતો.

પીડિત યુવક લોકો પાસે માફી માંગતો રહ્યો જોકે, ભીડમાંથી કોઈ તેના પ્રત્યે દયા દાખવી નહોતી. તે સતત કહેતો રહ્યો કે ભવિષ્યમાં મંદિરમાં નહીં જાય છતાં તેના પર અત્યાચાર થતો રહ્યો હતો. 43 ડિગ્રી ભીષણ ગરમીમાં લોકો તેને સતત માર મારતા રહ્યા હતા જ્યારે કેટલાક લોકોએ એ તબક્કે વીડિયો પણ શૂટ કર્યો હતો.

આ પણ વાંચો :  મોદી સરકારનો મોટો નિર્ણય, હવે રેકડી અને પાથરણાવાળા માટે ખાસ યોજના

પોલીસ પર આરોપીઓને છાવરવાનો આક્ષેપ
પ્રાપ્ત જાણકારી મુજબ આ ઘટના એક જૂનની છે. જોકે, કોઈએ સોશિયલ મીડિયા સુધી આ વીડિયો પહોંચાડતા સમગ્ર ઘટનાક્રમ વાયરલ થયો છે. આરોપીઓમાંથી એક વ્યક્તિએ પીડિત યુવક સામે પોતાની દીકરી સાથે છેડતી કર્યાની પણ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના પગલે પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી કરવાના બદલે પીડિતની ધરપકડ કરી છે.મંગળવારે ચોથી જૂનના રોજ પીડિતના મામા માંગીલાલે આરોપીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના મામાએ આક્ષેપ કર્યો છે કે આરોપીઓનો પરિવાર પ્રભાવશાળી હોવાથી પોલીસ તેની વિરુદ્ધ તપાસ કરી રહી નથી. પીડિત પરિવારનો આક્ષેપ છે કે પોલીસ આરોપીઓને છાવરી રહી છે અનેતેમને ગામ છોડવા પર દબાણ કરી રહી છે.
First published: June 5, 2019
વધુ વાંચો
अगली ख़बर