POCSO કાયદામાં મોટો ફેરફાર, બાળકોની તસવીરો ખેંચવા પર જેલની સજા !

મંત્રાલયે બિલમાં તસવીરો, ડિઝિટલ અને કમ્પ્યુટર દ્વારા બનાવવામાં આવેલા પોર્નોગ્રાફિક સામગ્રીને પણ સામેલ કરી છે.

News18 Gujarati
Updated: July 11, 2019, 9:06 PM IST
POCSO કાયદામાં મોટો ફેરફાર, બાળકોની તસવીરો ખેંચવા પર જેલની સજા !
મંત્રાલયે બિલમાં તસવીરો, ડિઝિટલ અને કમ્પ્યુટર દ્વારા બનાવવામાં આવેલા પોર્નોગ્રાફિક સામગ્રીને પણ સામેલ કરી છે.
News18 Gujarati
Updated: July 11, 2019, 9:06 PM IST
મહિલા તથા બાળ વિકાસ મંત્રાલયે ચાઇલ્ડ પોર્નોગ્રાફીની પરિભાષાનો વિસ્તાર કર્યો છે. આ બદલાવ સંસદમાં રાખવામાં આવેલા નવા પોક્સો બિલમાં કરવામાં આવ્યો છે. મંત્રાલયે બિલમાં તસવીરો, ડિઝિટલ અને કમ્પ્યુટર દ્વારા બનાવવામાં આવેલા પોર્નોગ્રાફિક સામગ્રીને પણ સામેલ કરી છે. જો આ બિલ પાસ થઇ જશે તો આ તમામ વસ્તુ પોક્સો કાયદામાં આવશે અને તેના ઉલ્લંઘન બદલ સજા થશે.

મહિલા તથા બાળ વિકાસ મંત્રાલયે અશ્લિલ કાર્ટુન અને અશ્લીલ એનિમેટેડ તસવીરોને પણ બાળકો વિરુદ્ધ બાળ શોષણ ગુના સંરક્ષણ કાયદા અંતર્ગત દંડનીય ગુનાની શ્રેણીમાં લાવવાની વાત કરી છે.

અહીં ક્લિક કરી વાંચોઃ લદ્દાખ રાઇડની મજા લેવી હોય તો અવાદી ગ્રૂપે આપી ટિપ્સ

નવા પોક્સો એક્ટ પ્રમાણે જો કોઇ શખ્સ કોઇ અશ્લિમ વીડિયો અથવા તસવીરમાં બાળકોની નકર કરી કોઇ અશ્લિલ કૃત્ય કરી રહ્યો છે તો આ પણ બાળકો પ્રત્યે યૌન ગુના સંરક્ષણ કાયદા હેઠળ દંડનીય ગુનાની શ્રેણીમાં આવશે.

મંત્રાલયે નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરોને પણ સૂચના આપી કે તે હવેથી બાળકો પ્રત્યે યૌન શોષણના ગુનાના ડેટાને નવા સુધારા પ્રમાણે નક્કી કરે. મંત્રાલય તથા બાળ વિકાસ મંત્રાલયે કહ્યું કે રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ્સ બ્યૂરો આ પ્રકારે બાળકો પ્રત્યે યૌન અપરાધ કરનારા શખ્સો અંગે જાણકારી રાખશે કે આવા મામલામાં કુલ કેટલા અપરાધી છે અને તેનો ગુનો કેટલો જધન્ય છે.
First published: July 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...