Home /News /national-international /Railwayનો મોટો નિર્ણય, ટ્રેનમાં રાત્રે મોબાઇલ પર Loud music સાંભળવા કે અવાજ કરવા પર થશે કાર્યવાહી

Railwayનો મોટો નિર્ણય, ટ્રેનમાં રાત્રે મોબાઇલ પર Loud music સાંભળવા કે અવાજ કરવા પર થશે કાર્યવાહી

પ્રતિકાત્મક તસવીર

Indian Railway News: ભારતીય રેલવે (Indian Railway)એ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે કે રેલવે એવા લોકો સામે કાર્યવાહી કરશે જેઓ મોટેથી મ્યુઝીક સાંભળી રહ્યા છે અથવા વાત કરી રહ્યા છે. ટ્રેનની સામગ્રીની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: ટ્રેનોમાં હવે રાતની ઊંઘ ડિસ્ટર્બ નહિ થાય, તમારી આસપાસ કોઈ પણ મુસાફર (Passenger) મોબાઇલ ફોન પર જોરથી બોલી શકશે નહીં, કે મોટા અવાજે સંગીત (Loud music) સાંભળી શકશે નહીં. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે (Indian Railway)એ એક મોટો નિર્ણય લીધો છે. મુસાફરોની ફરિયાદના કિસ્સામાં રેલવે આવા લોકો સામે કાર્યવાહી કરશે.

એટલું જ નહીં ટ્રેનની સામગ્રીની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે. આ અંગે રેલવે મંત્રાલય (Ministry of Railways)એ તમામ ઝોનને આદેશ જારી કર્યા છે જેથી આ આદેશનો તાત્કાલિક અસરથી અમલ થઈ શકે.

રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, મુસાફરો ઘણીવાર ફરિયાદ કરતા હતા કે સહમુસાફરો મોબાઇલ પર જોરથી વાત કરે છે, અથવા સંગીત સાંભળે છે. એવી ફરિયાદો પણ હતી કે કોચમાં એક જૂથ રાત્રે મોટે મોટેથી ડિસક્શન કરી રહ્યું હતું. આ ઉપરાંત રાત્રે લાઈટો કરવા બાબતે પણ વિવાદ પણ થયો હતો, જેની ફરિયાદ રેલવેને પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: સાવધાન! કોરોના વિસ્ફોટ વચ્ચે જાહેરમાં માસ્ક પહેરવું કેમ છે જરૂરી? જાણો નિષ્ણાતોનો મત

મુસાફરોને આવી અસુવિધાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ એક મોટો નિર્ણય લીધો છે અને આદેશ જારી કર્યો છે. હવે આ અંગે કોઈ પણ મુસાફર ફરિયાદ નોંધાવી શકે છે જેના પર ટ્રેન સ્ટાફ તાત્કાલિક કાર્યવાહી કરશે. જો ફરિયાદનો ઉકેલ નહીં આવે તો હવે રેલવે સ્ટાફની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે. આ આદેશો તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવ્યા છે.

આ પણ વાંચો: સાચવજો! આજથી ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, કાલથી આ વિસ્તારોમાં છે માવઠાની આગાહી

રાત્રે 10 વાગ્યા પછીની માર્ગદર્શિકા
. કોઈ મુસાફર મોબાઇલ પર આટલા મોટા અવાજે વાત નહીં કરે અથવા મોટેથી સંગીત સાંભળશે નહીં, જેથી સાથી મુસાફર પરેશાન થઈ જાય.

. સાથી મુસાફરને ઊંઘ ન બગડે તે માટે રાત્રે નાઇટ લાઇટ સિવાયની બધી લાઇટબંધ કરવાની રહેશે.

. ગ્રુપના મુસાફરો હવે ટ્રેનમાં મોડી રાત સુધી વાત કરી શકશે નહીં. સહમુસાફરની ફરિયાદ પર કાર્યવાહી કરી શકાય છે.

આ પણ વાંચો: 25 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રદેશ ભાજપના પેજ પ્રમુખોને સંબોધન કરશે

. રાત્રે ચેકિંગ સ્ટાફ, આરપીએફ, ઇલેક્ટ્રિશિયન, કેટરિંગ સામગ્રી અને મેન્ટેનન્સ સ્ટાફની તેમનું કામ શાંતિપૂર્ણ રીતે કરશે જેથી મુસાફરોને પરેશાની ન થાય.

. તે રેલ સ્ટેફ દ્વારા જરૂર પડે તો વૃદ્ધો, દિવ્યાંગો અને 60 વર્ષથી વધુ વયની સિંગલ મહિલાઓને પણ મદદ કરશે.
First published:

Tags: Indian railways, Ministry of Railways, Passengers, Trains, દેશ વિદેશ