ગૃહ મંત્રાલયે (Home Ministry) કાંઝાવાલા કેસમાં બેદરકારી દાખવનાર પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ઘટના દરમિયાન PCRમાં તૈનાત પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવશે.
નવી દિલ્હી: ગૃહ મંત્રાલયે કાંઝાવાલા કેસમાં બેદરકારી દાખવનાર પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. સૂત્રોએ જણાવ્યું છે કે, ગૃહ મંત્રાલયે (Home Ministry) આ મામલે કડક વલણ દાખવ્યું છે અને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે. મંત્રાલયે કહ્યું છે કે, ઘટના સમયે તૈનાત ત્રણ PCR વાનમાં હાજર પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે. તે જ સમયે, જ્યારે ઘટના બની ત્યારે વિસ્તારના DCPએ સ્પષ્ટતા કરવી જોઈએ કે, કાયદો અને વ્યવસ્થા શું છે અને જો યોગ્ય જવાબ ન હોય તો તેમની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ. આ સાથે ક્રાઇમ સીનની આસપાસના વિસ્તારોમાં પૂરતી લાઇટિંગની વ્યવસ્થા કરવી જોઇએ.
સૂત્રોએ જણાવ્યું કે, ગૃહ મંત્રાલયે આ ઘટના અંગે અગાઉ પણ સૂચનાઓ જાહેર કર્યા હતા, જેના પર દિલ્હી પોલીસે પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. હવે આ રિપોર્ટ પર ગૃહ મંત્રાલયે નવો આદેશ આપ્યો છે. આ અગાઉ, મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સાન્યા દલાલે સોમવારે એક આદેશમાં કહ્યું હતું કે, 'તેમણે (જોઈન્ટ પોલીસ કમિશનર) શરૂઆતમાં સવારે 3.24 અને 4.11 વાગ્યે મળેલા PCR કૉલ્સ પર કાર્યવાહી કરવામાં વિલંબનું કારણ સમજાવતો રિપોર્ટ સબમિટ કરવો જોઈએ.'
નવા વર્ષના પહેલા જ દિવસે બની ઘટના
ઉલ્લેખનીય છે કે, નવા વર્ષના પહેલા જ દિવસે અંજલિની સ્કૂટીને એક કારે ટક્કર મારી હતી અને કારમાં ફસાયેલી અંજલિને તેઓ લગભગ 12 કિલોમીટર સુધી રસ્તા પર ખેંચી ગયા હતા, જેના કારણે તેનું મોત થયું હતું. તેનો મૃતદેહ બહારી દિલ્હીના કાંઝાવાલા વિસ્તારમાં રોડ કિનારે પડેલો મળી આવ્યો હતો. નવા વર્ષ નિમિત્તે આરોપી પહેલા હરિયાણાના મુરથલમાં એક ઢાબા પર જમવા ગયો હતો. આ ઘટના સમયે તે નશામાં હતા અને પરત ફરતી વખતે તેણે અંજલિની સ્કૂટીને ટક્કર મારી હતી.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર