નવી દિલ્હી/શ્રીનગરઃ દેશનો કોઈ પણ નાગરિક જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)માં હવે જમીન ખરીદી શકે છે. ગૃહ મંત્રાલયે (Ministry of Home Affairs) આ આશયની અધિસૂચના મંગળવારે બહાર પાડી દીધી છે. જોકે આ અધિસૂચનામાં કહેવામાં આવ્યું છે કે કૃષિ માટે જમીન નહીં લઈ શકાય. કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા જાહેર કરવામાં આવેલી અધિસૂચનામાં કહેવામાં આવ્યું છે કે આ આદેશનો કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (કેન્દ્રીય કાયદાને અનુકૂળ) ત્રીજા આદેશ - 2020 કહેવામાં આવશે.
કેન્દ્ર દ્વારા અધિસૂચના જાહેર કર્યા બાદ આ આદેશ તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 1897ના સામાન્ય આદેશ અધિનિયમ આ આદેશની વ્યાખ્યા માટે લાગુ થશે. આવું એટલા માટે હશે કારણ કે આ ભારતના સમગ્ર ક્ષેત્રમાં લાગુ કાયદાની વ્યાખ્યા માટે હશે.
With notification of UT of Jammu and Kashmir Reorganisation (Adaptation of Central Laws) Third Order, 2020, twelve state laws have been repealed as a whole out of the 26 others adapted with changes and substitutes. https://t.co/JeBB5UvdbZ
જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું કે અમે ઈચ્છીએ છીકે કે રાજ્યમાં બહારના ઉદ્યોગ સ્થાપિત થાય, તથી ઔદ્યોગિક ભૂમિમાં રોકાણની આવશ્યક્તા છે. પરંતુ ખેતીની જમીનો માત્ર રાજ્યના લોકોની પાસે જ રહેશે.
ઉલ્લેખનીય છે કે, આ અધિસૂચન બાદ કોઈ પણ ભારતીય જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)માં ફેક્ટરી, ઘર કે દુકાન માટે જમીનોની ખરીદ અને વેચાણ કરી શકે છે. તેના માટે તેને પહેલાની જેમ કોઈ સ્થાનિક નિવાસ પ્રમાણપત્ર આપવાની જરૂર નહીં રહે.
નોંધનીય છે કે, જમ્મુ અને કાશ્મીરને વર્ષ 2019માં આર્ટિકલ 370 (Article 370)થી મુક્ત કરવામાં આવ્યું છે. ત્યારબાદ 31 ઓક્ટોબર 2019ના રોજ જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયું હતું. હવે કેન્દ્ર શાસિત પ્રદેશ (Union Territory) થયાને એક વર્ષ પૂરા થવા પર જમીનના કાયદામાં ફેરફાર કરવામાં આવ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર