30મી નવેમ્બર સુધી કન્ટેનમેન્ટ ઝોનમાં લૉકડાઉન ચાલુ રહેશે, ગૃહમંત્રાલયે જાહેર કરી માર્ગદર્શિકા

30મી નવેમ્બર સુધી કન્ટેનમેન્ટ ઝોનમાં લૉકડાઉન ચાલુ રહેશે, ગૃહમંત્રાલયે જાહેર કરી માર્ગદર્શિકા
પ્રતિકાત્મક તસવીર

ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન પ્રમાણે કન્ટેનમેન્ટ ઝોનમાં આગામી 30મી નવેમ્બર સુધી લૉકડાઉન ચાલુ જ રહેશે.

 • Share this:
  નવી દિલ્હી: કોરોના વાયરસને કારણે દેશભરમાં લગાવવામાં આવેલા લૉકડાઉન (Lockdown) અંગે ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલય તરફથી લેવામાં આવેલા નવા નિર્ણય પ્રમાણે કન્ટેનમેન્ટ ઝોન (Containment Zones)માં 30મી નવેમ્બર સુધી લૉકડાઉનનું કડકાઈથી પાલન કરાવવામાં આવશે. આ ઉપરાત રાજ્યની અંદર અને બહાર ટ્રાન્સપોર્ટેશન (Transportation) પર કોઈ જ પ્રતિબંધ નહીં રહે. સાથે જ સમાન કે વ્યક્તિએ મુસાફરી કરવા માટે કોઈ જ મંજૂરી લેવાની જરૂર નથી.

  કોરોના દર્દીઓનું સંખ્યામાં ઘટાડો  છેલ્લા થોડા સમયથી દેસમાં કોરોના વાયરસ પર કાબૂ આવી રહ્યો છે. દરરોજ નવા કેસની સંખ્યા ઘટી રહી છે. સપ્ટેમ્બર ત્રીજા અઠવાડિયાથી જ કેસની સંખ્યા ઘટી રહી છે. 27 ઓક્ટોબરના રોજ સવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે કોરોનાના કેસ ઘણા લાંબા સમય પછી 40 હજારની નીચે નોંધાયો છે. 101 દિવસ બાદ આટલો ઓછો આંકડો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 36,469 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 488 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 79,46,429 થઈ ગઈ છે.

  આ પણ વાંચો: કચ્છમાં પ્રચાર દરમિયાન શંકરસિંહનું વિવાદિત નિવેદન, 'ભાજપને મુસ્લિમ જમાઈ બનાવવામાં શરમ નથી આવતી, ઉમેદવાર બનાવવામાં આવે છે'

  આ ઉપરાંત, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 72 લાખ 1 હજાર 70 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 6,25,857 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,19,502 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 26 ઓક્ટોબર સુધીમાં ભારતમાં કુલ 10,44,20,894 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સોમવારના 24 કલાકમાં 9,58,116 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

  આ પણ જુઓ-

  જોકે, સૌથી વધારે મોતના કેસમાં ભારત ત્રીજા નંબર પર છે. આ મામલે પ્રથમ નંબર પર અમેરિકા અને બીજા નંબર પર બ્રાઝિલ છે. સ્વાસ્ત્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે છેલ્લા પાંચ અઠવાડિયાથી કોરોના વાયરસના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા મોતમાં 58 ટકા કેસ મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને દિલ્હીના છે. તેમણે કહ્યું કે 1 લાખથી 10 લાખ સુધી રિકવરી પહોંચવામાં 57 દિવસ લાગ્યા હતા. પરંતુ તાજેતરમાં થયેલી 10 લાખ લોકોની રિકવરી ફક્ત 13 દિવસમાં થઈ હતી.
  Published by:Vinod Zankhaliya
  First published:October 27, 2020, 17:53 pm

  ટૉપ ન્યૂઝ