ગૃહ મંત્રાલયે વીરતા પુરસ્કારની કરી જાહેરાત, ગુજરાતના 19 પોલીસકર્મીની પસંદગી

News18 Gujarati
Updated: August 14, 2020, 2:30 PM IST
ગૃહ મંત્રાલયે વીરતા પુરસ્કારની કરી જાહેરાત, ગુજરાતના 19 પોલીસકર્મીની પસંદગી
વીરતા પુરસ્કારની યાદીમાં જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પ્રદેશની પોલીસ ટૉપ-3માં સામેલ

વીરતા પુરસ્કારની યાદીમાં જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પ્રદેશની પોલીસ ટૉપ-3માં સામેલ

  • Share this:
નવી દિલ્હીઃ સ્વતંત્રતા દિવસ (Independence Day 2020)ના પ્રસંગે પોલીસકર્મીઓને (independence day 2020) આપવામાં આવતા વીરતા પુરસ્કારો અને સર્વિસ એવોર્ડની યાદી જાહેર કરી દેવામાં આવી છે. ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs) 215 કર્મીઓની વીરતા માટે પોલીસ પદક, 80ને રાષ્ટ્રપતિ પોલીસ પદક, વિશિષ્ટ સેવા માટે અને 631ને પોલીસ પદક એનાયત કરવામાં આવશે. આ યાદીમાં ગુજરાતના કોઈપણ પોલીસકર્મીને ગેલેન્ટ્રી પદક નથી મળ્યું. પરંતુ બે કર્મીને રાષ્ટ્રપતિ પદક અને 17 કર્મીને પોલીસ પદક એનાયત કરવામાં આવશે.

આ યાદીમાં ઉત્તર પ્રદેશમાં 23 પોલીસકર્મીઓને ગેલેન્ટ્રી, 6ને રાષ્ટ્રપતિ પદક અને 73ને પોલીસ મેડલ એનાયત થશે. બીજી તરફ, જમ્મુ-કાશ્મીરમાં 81ને ગેલેન્ટ્રી, એકને રાષ્ટ્રપતિ પદક અને 12ને પોલીસ પદક એનાયત થશે. બીજી તરફ, મહારાષ્ટ્રના 14 કર્મીઓને ગેલેન્ટ્રી, 5ને રાષ્ર્ડપતિ પદક અને 39ને પોલીસ પદક એનાયત થશે.

આ પણ વાંચો, Health ID Card: 15 ઓગસ્ટે PM મોદી કરી શકે છે જાહેરાત, દરેક નાગરિક માટે હશે જરૂરી

CBIથી 32 અને NIAથી 5 થશે સન્માનિત

તેની સાથે જ સીબીઆઈથી 32 અને NAIથી 5 અધિકારી સન્માનિત કરવામાં આવશે. ગૃહ મંત્રાલય તરફથી જાહેર યાદીમાં મહારાષ્ટ્રના 58, મણિપુરના 7, મિઝોરમના 3, નાગાલેન્ડના 2, ઓડિશાના 14, પંજાબના 15, રાજસ્થાનના 18, સિક્કિમના 2, તમિલનાડુના 23, તેલંગાનાના 14, ત્રિપુરાના 6, ઉત્તરાખંડના 4, પશ્ચિમ બંગાળના 21 કર્મીઓને વિભિન્ન શ્રેણીઓમાં વીરતા પુરસ્કાર એનાયત કરાશે.

આ પણ વાંચો, યુવકે ઝેર ભેળવેલો આઇસ્ક્રીમ ખવડાવી નાની બહેનની કરી હત્યા, કારણ જાણી પોલીસ ચોંકી ગઈ

કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આંદામાન-નિકોબાર દ્વીપ સમૂહથી 2, ચંદીગઢથી 1, દિલ્હીથી 35, લક્ષ્યદ્વીપતી 2 અને પુડ્ડુચેરીના 1 પોલીસકર્મીને સન્માનિત કરવામાં આવશે.
Published by: Mrunal Bhojak
First published: August 14, 2020, 2:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading