Covid-19: દેશમાં રિકવરી રેટ 54.13 ટકા, 24 કલાકમાં 9120 દર્દી સ્વસ્થ થયા

News18 Gujarati
Updated: June 20, 2020, 10:52 PM IST
Covid-19: દેશમાં રિકવરી રેટ 54.13 ટકા, 24 કલાકમાં 9120 દર્દી સ્વસ્થ થયા
Covid-19: દેશમાં રિકવરી રેટ 54.13 ટકા , 24 કલાકમાં 9120 દર્દી સ્વસ્થ થયા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજા આંકડા પ્રમાણે સ્વસ્થ થઈ રહેલા લોકોની સંખ્યા સતત વધી રહી છે

  • Share this:
નવી દિલ્હી : ભારતમાં શનિવારે કોવિડ-19 (Covid-19)ના એક દિવસમાં સૌથી વધારે 14516 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે દેશનાં સંક્રમિતોની કુલ સંખ્યા 3,95,048 થઈ ગઈ છે. 24 કલાકમાં 375 મોત થયા છે. આ સાથે અત્યાર સુધીમાં 12,948 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે (Health Ministry)કહ્યું છે કે દેશમાં રિકવરી રેટ (Recovery Rate)54.13 ટકા થઈ ગયો છે. દેશમાં અત્યાર સુધી 2,13,830 લોકો સ્વસ્થ થયા છે. છેલ્લા 24 કલાકમાં 9120 લોકો સાજા થયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજા આંકડા પ્રમાણે સ્વસ્થ થઈ રહેલા લોકોની સંખ્યા સતત વધી રહી છે અત્યાર સુધી 2,13,830 લોકો સંક્રમણથી બહાર આવી ચૂક્યા છે. જ્યારે 1,68,269 દર્દીઓની સારવાર ચાલી રહી છે. એક અધિકારીએ કહ્યું કે આ રીતે અત્યાર સુધી લગભગ 54.13 ટકા દર્દી સ્વસ્થ થઈ ચૂક્યા છે. દેશમાં સતત નવમાં દિવસે 10 હજારથી વધારે કેસ સામે આવ્યા છે.

આ પણ વાંચો - કોરોના વાયરસ : રાજ્યમાં નવા 539 કેસ નોંધાયા, 24 કલાકમાં 20 દર્દીના મોત

1 જૂનથી 20 જૂન વચ્ચે દેશભરમાં કોરોના વાયરસ સંક્રમણના બે લાખથી વધારે કેસ સામે આવી ચૂક્યા છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં કોરોનાના કેસમાં સૌથી વધારે વધારો થયો છે.

અમેરિકા, બ્રાઝિલ અને રશિયા પછી ભારત વૈશ્વિક મહામારી કોવિડ-19થી પ્રભાવિત ચોથો દેશ છે. અમેરિકાની જોન હોપકિન્સ વિશ્વ વિદ્યાલયના મત કોરોના વાયરસ સંક્રમણથી મોતના મામલે ખરાબ રીતે પ્રભાવિત દેશમાં ભારત આઠમાં સ્થાને છે.
First published: June 20, 2020, 10:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading