Home /News /national-international /ICMRનો મોટો નિર્ણય, હૉસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓની હવે થશે રજિસ્ટ્રી

ICMRનો મોટો નિર્ણય, હૉસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓની હવે થશે રજિસ્ટ્રી

કોવિડ-19 દર્દીઓના સ્વસ્થ થવા અને મહામારીની ગતિ વિશે જાણવા માટે નેશનલ ક્લિનિકલ રજિસ્ટ્રી કરવામાં આવશે

કોવિડ-19 દર્દીઓના સ્વસ્થ થવા અને મહામારીની ગતિ વિશે જાણવા માટે નેશનલ ક્લિનિકલ રજિસ્ટ્રી કરવામાં આવશે

નવી દિલ્હીઃ ભારતમાં વધી રહેલા કોરોના વાયરસ (Coronavirus)ના કેસોને ધ્યાને લેતાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ હૉસ્પિટલમાં દાખલ દર્દીઓની રજિસ્ટ્રી કરાવવાનો નિર્ણય લીધો છે. આ રજિસ્ટ્રીને દર્દીઓના સ્વસ્થ થવા અને મહામારીની ગતિ વિશે જાણવા માટે મોટું પગલું ભરવામાં આવ્યું છે. તેને ધ્યાને લઈ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ICMR અને AIIMSએ એક નેશનલ ક્લિનિકલ રજિસ્ટ્રી (National Clinical Registry) શરૂ કરવાનો પ્રસ્તાવ આપ્યો છે જેથી વાસ્તવિક સમયના આંકડા એકત્ર કરી સારવારના પરિણામોમાં સુધાર, વૈશ્વિક મહામારી વધવાની પ્રવૃત્તિઓનું વિશ્લેષણ કરવામાં આવે અને પ્રતિક્રિયાને તપાસી શકાય.

અધિકારીઓએ જણાવ્યું કે, તેનાથી અનુસંધાનકર્તાઓ અને નીતિ નિર્માતાઓને કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે તપાસ ઉપચારોની પ્રભાવશીલતા, પ્રતિકૂળ પ્રભાવોને સમજવા અને સારવારમાં સુધાર લાવવા માટે સાક્ષ્ય ઉત્પન્ન કરવામાં મદદ મળશે.

આ પણ વાંચો, ...જ્યારે હેલિકોપ્ટરમાંથી ઉતરી PM મોદીએ કહ્યું, યોગીજી આજે તો તમે બહુ ખુશ થઈ રહ્યા હશો

હૉસ્પિટલોમાંથી આંકડા એકત્ર કરાશે

ICMR, સ્વાસ્થ્ય મંત્રાલય અને AIIMSના સહયોગથીફ તૈયાર થનારી નેશનલ ક્લિનિકલ રજિસ્ટ્રીથી દર્દીઓની યોગ્ય જાણકારીની સાથે સારવાર, ઉંમર વર્ગમાં સંક્રમણ તથા અન્ય જાણકારીઓ મળશે. તેમાં પીજીઆઈ ચંદીગઢ, AIIMS દિલ્હી, AIIMS જોધપુર, નિમહાન્સ બેંગલુરુ, આર્મ્ડ ફોર્સ મેડિકલ કોલેજ પુણે સહિત 100 પ્રસિદ્ધ સંસ્થાનોને સામેલ કરવામાં આવી છે જે મેડિકલ કોલેજો અને હૉસ્પિટલો સાથે સંપર્કમાં રહી આંકડા એકત્ર કરશે.

આ પણ વાંચો, Honour Killing: પ્રેમી-પ્રેમિકાને રૂમમાં બંધ કરી જીવતા સળગાવ્યા, બંનેનાં મોત


ભવિષ્યમાં કામ આવશે આ આંકડા


એકત્ર કરવામાં આવેલા આંકડાઓનો ઉપયોગ કોવિડ-19 રોગના વિભિન્ન માપદંડો માટે પરિકલ્પના ઉત્પન્ન કરવા માટે કરવામાં આવશે અને રજિસ્ટ્રી મંચનો ઉપયોગ ભવિષ્યમાં પારંપરિક અધ્યયનો માટે કરવામાં આવશે. વ્યક્તિગત સાઇટો દ્વારા નોંધવામાં આવેલા આંકડા કેન્રીાટય સર્વર પર તેમના માટે સુલભ હશે. વિશ્લેષણ કરવામાં આવેલા આંકડાઓને તમામ સાઇટોની સાથે સમયાંતરે જાહેર કરવામાં આવશે.
First published:

Tags: Coronavirus, COVID-19, Maharashtra, Pandemic, અમદાવાદ, ગુજરાત, દિલ્હી, ભારત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો