નવી માર્ગદર્શિકા : એક વખત રિપોર્ટ નેગેટિવ આવશે તો હૉસ્પિટલમાંથી કોરોના દર્દીઓને રજા આપી દેવાશે

પ્રતિકાત્મક તસવીર

સ્વાસ્થ્ય મંત્રાલયની નવી માર્ગદર્શિકા પ્રમાણે હવે ગંભીર કેસમાં જ કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની અનેક વખત તપાસ કરવામાં આવશે.

  • Share this:
    નવી દિલ્હી : ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)ના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય મંત્રાલયે (Health Ministry) હૉસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓને ડિસ્ચાર્જ (Discharge)ના નિયમમાં બદલાવ કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર માર્ગદર્શિકા (Guideline) પ્રમાણે હવે ખૂબ ગંભીર હોય તેવા કેસમાં જ કોરોના સંક્રમિત દર્દીઓની અનેક વખત તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત જે લોકો સાજા થયા છે તેમની તપાસ ફક્ત એક જ વખત જ કરવામાં આવશે. આ તપાસમાં જો ટેસ્ટ નેગેટિવ આવે છે તે તેમને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે.

    ભારતમાં કોરોના વાયરસે ખૂબ ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું છે. દેશમાં અત્યાર સુધી કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 60 હજારને પાર થઈ ગઈ છે. આથી હૉસ્પિટલોને દાખલ દર્દીઓને ક્યાં કરવા તે મોટો પ્રશ્નો ઊભો થયો છે. અત્યાર સુધી 24 કલાકમાં દર્દીનો રિપોર્ટ બે વખત નેગેટિવ આવે તે બાદમાં જ તેને સંપૂર્ણ સ્વસ્થ માનવામાં આવતો હતો. આ માટે આરટી અને પીસીઆર ટેસ્ટ કીટથી બે વખત રિપોર્ટ થતો હતો. પરંતુ હવેથી એક ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવતા જ દર્દીને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે. હૉસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે નવા નિર્દેશ જાહેર કરી દેવામાં આવ્યા છે.

    આ પણ વાંચો : સુરતમાં પાંચ દિવસ માટે શાકભાજીના વેચાણ પર પ્રતિબંધ પરંતુ કેરી વેચવાની મંજૂરી

    નોંધનીય છે કે છેલ્લા એક અઠવાડિયામાં ભારતમાં 20 હજાર લોકો કોરોના સંક્રમિત થયા છે. જે રીતે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે તેનાથી સ્વાસ્થ્ય સુવિધામાં સમસ્યા આવી રહી છે. આ જોતા એવું લાગી રહ્યું છે કે દેશમાં કોરોનાની ઝડપ હજુ વધશે અને હૉસ્પિટલોમાં બેડની સંખ્યા ઓછી પડી જશે. કોરોનાની ઝડપને જોઈને લાગે છે કે જૂન અને જુલાઈમાં તે સૌથી ખતરનાક બની શકે છે.

    આ પણ વાંચો : આંખથી શરીરમાં પ્રવેશી રહ્યો છે કોરોના, સાર્સથી 100 ગણો વધારે ચેપી

    ઘરે જતા દર્દીઓએ છ દિવસ ક્વૉરન્ટીન રહેવું પડશે



    સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે નવી માર્ગદર્શિકામાં સ્પષ્ટ કર્યું છે કે કોરોના દર્દીઓને લક્ષણ દેખાવાના 10 દિવસની અંદર જો ત્રણ દિવસ સુધી તાવ નથી આવતો તો તેને રજા આપી દેવામાં આવશે. મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે ડિસ્ચાર્જ પહેલા તપાસની કોઈ જરૂરીયાત નથી. દર્દીઓને ડિસ્ચાર્જ વખતે જણાવવામાં આવશે કે તેમણે ઘરે પહોંચ્યા પછી પણ છ દિવસ સુધી ક્વોરન્ટીન રહેવું પડશે. સુધારેલી માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે દર્દીઓને સ્વાસ્થ્ય કેન્દ્રમાં દાખલ કર્યા બાદ જો ત્રણ દિવસ સુધી કોરોનાના લક્ષણો નથી દેખાતા તો તેમને ચાર દિવસ માટે હળવા લક્ષણોવાળા વર્ગમાં સામેલ કરવામાં આવશે.
    Published by:Vinod Zankhaliya
    First published: