સરકારે વધારી ઇમ્પોર્ટ ડ્યૂટી, મોંઘા થશે ટીવી, ફ્રિજ સહિત આ 19 વસ્તુ

 • Share this:
  કેન્દ્ર સરકારે જેટ ઇંધણ, એર કન્ડિશનર અને રેફ્રિજરેટર સહિત કુલ 19 વસ્તુઓ પર ઇમ્પોર્ટ ડ્યૂ'ટી વધારી છે, સરકારે ગેર જરૂરી વસ્તુઓ નિકાસ ઘટાડવા માટે આ નિર્ણય લીધો છે. જે બુધવારે અડધી રાતથી લાગુ થશે.

  નાણામંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે ગત નાણાકીય વર્ષમાં કુલ આયાત બિલ 86,000 કરોડ રૂપિયા રહ્યું હતું. જે અન્ય વસ્તુઓ પર ડ્યૂટી વધારવામાં આવી છે. જેમાં વોશિંગ મશીન, સ્પીકર, રેડિયલ કાર ટાયર, જ્વેલરી, કિચન અને ટેબલવેયર અને કેટલીક પ્લાસ્ટિકનો સામાન તથા સૂટકેટનો સમાવેશ થાય છે.

  મંત્રાલયે જણાવ્યું કે કેન્દ્ર સરકારે મૂળ સીમા શૂલ્ક વધારી શુલ્ક ઉપાય કર્યા છે, જેની પાછળનો હેતુ કેટલીક આયાત કરવામાં આવતી વસ્તુની આયાત ઘટાડવાનો છે. આ બદલાવોથી ચાલુ ખાતની ખોટ સીમિત રાખવામાં મદદ મળશે. કુળ મળીને 19 વસ્તુઓ પર ઇમ્પોર્ટ ડ્યૂટી વધારવામાં આવી છે. સરકારે એસી, રેફ્રીજરેટર અને વોશિંગ મશીન પર ઇમ્પોર્ટ ડ્યૂટી બેગણી કરી 20 ટકા કરી નાખી છે. ઇમ્પોર્ટ ડ્યૂટીમાં આ બદલાવ 26-27 સપ્ટેમ્બરની અડધી રાતથી લાગુ થશે.

  ચાલુ ખાતાની ખોટ પર અંકુશ અને પૂંજી દેશની બહાર જતી રોકવા માટે આ ઉપાય કરવામાં આવ્યો ચે. વિદેશી મુદ્રાના અંતઃ પ્રવાહ અને બાહ્ય પ્રવાહના અંતરને કેડ કહેવામાં આવે છે. ચાલુ નાણાકીય વર્ષના એપ્રીલ-જુન તિમાહીમાં કેડ વધીને સફળ ઘરેલુ ઉત્પાદનના 2.4 ટકા પર પહોંચી ગયો છે.
  Published by:Sanjay Vaghela
  First published: