સરકારનો આદેશ- જમ્મુ-કાશ્મીરનો ખોટો નક્શો Wikipedia પોતાના પ્લેટફોર્મથી હટાવે

જો Wikipediaએ જમ્મુ-કાશ્મીરનો ખોટો નક્શો નહીં હટાવે તો સરકાર વેબસાઇટ પર મૂકી શકે છે પ્રતિબંધ

જો Wikipediaએ જમ્મુ-કાશ્મીરનો ખોટો નક્શો નહીં હટાવે તો સરકાર વેબસાઇટ પર મૂકી શકે છે પ્રતિબંધ

 • Share this:
  નવી દિલ્હીઃ ઇલેક્ટ્રોનિક્સ અને ઇર્ફો-aમેશન ટેક્નોલોજી મંત્રાલયે વિકિપીડિયા (Wikipedia)ને જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)નો ખોટો નક્શો દર્શાવનારી લિંકને હટાવવાનો આદેશ આપ્યો છે. ન્યૂઝ એજન્સી ANI મુજબ ઇલેક્ટ્રોનિક્સ અને ઇર્ફોલોમેશન ટેક્નોલોજી મંત્રાલયે (Ministry of Electronics and Information Technology) ઇર્ફોરeમેશન ટેક્નોલોજી અધિનિયમ કલમ 69 Aનો હવાલો આપતાં વિકિપીડિયાને આદેશ જાહેર કર્યો છે.

  સરકારે વિકિપીડિયાથી એ લિંકને હટાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે જેમાં જમ્મુ અને કાશ્મીરનો ખોટો નક્શાને (Wrong map of Jammu and Kashmir) દર્શાવવામાં આવ્યો છે. મૂળે આ મામલો એક ટ્વીટર યૂઝરે સામે લાવ્યો હતો, જેના આધારે મંત્રાલયે કાર્યવાહી કરી.

  આ પણ વાંચો, દાવો! ‘ઝીણા’ના નામ પર દારૂની બ્રાન્ડ, Social Media પર શરૂ થઈ બબાલ

  સૂત્રોએ કહ્યું કે, ટ્વીટર યૂઝરે ભારત-ભૂટાન સંબંધ પર વિકિપીડિયા પેજ પર વીઝીટ કરી હતી, જ્યાં દર્શાવેલા નક્શામાં જમ્મુ અને કાશ્મીરને ખોટી રીતે દર્શાવવામાં આવ્યો હતો. અધિકૃત સૂચના મુજબ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇર્ફોાહમેશન ટેક્નોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે તેની પર ગંભીર નોંધ લેતા 27 નવેમ્બરે એક આદેશ જાહેર કર્યો, જેમાં વિકિપીડિયાને પેજને હટાવવાના નિર્દેશ આપવામાં આવ્યા કારણ કે આ ક્ષેત્રીય અખંડિતા અને સંપ્રભુતાનું ઉલ્લંઘન હતું.

  સરકાર વેબસાઇટ પર મૂકી શકે છે પ્રતિબંધ

  જો વિકિપીડિયા સરકારના આ આદેશનું પાલન નહીં કરે તો સરકાર તેની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી શકે છે. તેમાં વેબસાઇટ પર પ્રતિબંધ મૂકવા જેવા પગલાં પણ સામેલ છે.

  આ પણ જુઓ, Viral Video: બ્રાઝીલની લૂંટારું ગ્રેંગે 4 બેંકોમાં કરી Robbery, પોલીસથી બચવા રસ્તા પર ઉડાવી નોટો

  પહેલા પણ સરકાર કરી ચૂકી છે કાર્યવાહી

  જોકે, આ પહેલીવાર નથી જ્યારે ભારત સરકારે કોઈ પ્લેટફોર્મ પર ભારતનો ખોટો નક્શો દર્શાવવા પર કડક વલણ દર્શાવ્યું છે. આ પહેલા ટ્વીટરે લેહને પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના (ચીન)નો હિસ્સો દર્શાવ્યો હતો, ત્યારબાદ મંત્રાલયના સચિવે ટ્વીટરના સીઇઓ જૈક ડોરસેને તેની પર આપત્તિ વ્યક્ત કરતાં એક પત્ર લખ્યો હતો. ત્યારબાદ ટ્વીટરે સંસદીય પેનલની સામે લેખિત રીતે માફી માંગી હતી.
  Published by:Mrunal Bhojak
  First published: