રક્ષા મંત્રાલયે પહેલા લખ્યું, ચીને લદાખમાં કરી ઘૂસણખોરી, બાદમાં વેબસાઇટથી દસ્તાવેજ હટાવ્યા

અગાઉ રક્ષા મંત્રાલયે સ્વીકાર્યું હતું કે, મે મહિનાથી ચીન સતત LAC પર પોતાનું અતિક્રમણ વધારતું જઈ રહ્યું છે

અગાઉ રક્ષા મંત્રાલયે સ્વીકાર્યું હતું કે, મે મહિનાથી ચીન સતત LAC પર પોતાનું અતિક્રમણ વધારતું જઈ રહ્યું છે

 • Share this:
  નવી દિલ્હીઃ ભારત-ચીનની વચ્ચે વધી રહેલા તણાવ અને સરહદ વિવાદ (India China Faceoff) ને લઈ રક્ષા મંત્રાલયે એક દસ્તાવેજ જાહેર કરી ચીની સૈનિકોની ઘૂસણખોરી ની વાત સ્વીકારી હતી. જોકે, હવે રક્ષા મંત્રાલય (Ministry of Defense)ની વેબસાઇટ પરથી આ દસ્તાવેજ હટાવી દેવામાં આવ્યા છે. આ દસ્તાવેજમાં મંત્રાલયે સ્વીકાર્યું હતું કે, મે મહિનાથી ચીન સતત LAC (Line of Actual Control) પર પોતાનું અતિક્રમણ વધારતું જઈ રહ્યું છે. ખાસ તો ગલવાન ઘાટી, પેન્ગોગ ત્સો, ગોગરા હોટ સ્પિંગ જેવા વિસ્તારોમાં ઘૂસણખોરીની ઘટનાઓ વધી છે.

  દસ્તાવેજ મુજબ, ચીને 17થી 18 મેની વચ્ચે લદાખમાં કુંગરાગ નાલા, ગોગરા અને પેન્ગોલ ત્સો લેકના ઉત્તર કિનારા પર અતિક્રમણ કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 5 મે બાદથી ચીનનું આ આક્રમક રૂપ LAC પર જોવા મળી રહ્યું છે. 5 અને 6 મેના રોજ જ પેન્ગોગ ત્સો ભારત અને ચીન સેનાની વચ્ચે ઘર્ષણ થયું હતું. પરંતુ આ વિગતો આપ્યાના થોડા સમયમાં જ તમામ દસ્તાવેજોને હટાવી દેવામાં આવ્યા છે.

  આ પણ વાંચો, અયોધ્યામાં ભૂમિ પૂજન પર મુસ્લિમ નેતાની ધમકી, મંદિર તોડીને મસ્જિદ બનાવીશું

  સ્થિતિમાં કોઈ પ્રકારનો ફેરફાર નહીં

  મંત્રાલયના દસ્તાવેજોમાં કહેવામાં આવ્યું હતું કે, આ વિવાદ લાંબો ચાલી શકે છે. ભારત-ચીનની વચ્ચે વિવાદ ખતમ કરવા માટે બંને દેશોના કોર કમાન્ડરની વચ્ચે પાંચ વાર મંત્રણા થઈ ચૂકી છે. LAC પર તણાવ તો ઘટ્યો છે, પરંતુ સ્થિતિમાં કોઈ પ્રકારનો ફેરફાર નથી થયો.

  આ પણ વાંચો, ...જ્યારે હેલિકોપ્ટરમાંથી ઉતરી PM મોદીએ કહ્યું, યોગીજી આજે તો તમે બહુ ખુશ થઈ રહ્યા હશો  આ દસ્તાવેજના હવાલાથી કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને ચીનની વચ્ચે તે સમયે વિવાદ વધી ગયો જ્યારે ગલવાન ઘાટીમાં બંને પક્ષો વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું. જેમાં ભારતીય સેના (Indian Army)ના કર્નલ સહિત 20 સૈનિક શહીદ થયા હતા. તો બીજી તરફ ચીની સેનાના પણ અનેક જવાન હતાહત થયા. આ હિંસક ઘર્ષણ બાદ બંને દેશોની વચ્ચે મંત્રણા ચાલી રહી છે.

  આ પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે પોતાના લેહ પ્રવાસ દરમિયાન સૈનિકોને સંબોધિત કરતાં પણ આ વાતનો ઈશારો કર્યો હતો કે ઉકેલ શોધવા માટે વાતચીત ચાલી રહી છે પરંતુ એ વાતની કોઈ ગેરન્ટી નથી કે ક્યાં સુધીમાં આ વિવાદ ઉકેલાશે.
  Published by:Mrunal Bhojak
  First published: