સંદીપ બોલ, નવી દિલ્હીઃ ભારત અને ચીન (India China)ની વચ્ચે લદાખમાં ચાલી રહેલા વિવાદ (Ladakh Border Dispute) પર રક્ષા મંત્રાલય (Defense Ministry)એ અધિકૃત રીતે સ્વીકાર્યું છે કે ચીને ભારતીય વિસ્તારોમાં ઘૂસણખોરી કરી છે. નોંધનીય છે કે, આ વર્ષે મે મહિનામાં ચીને પૂર્વ લદાખ સરહદની અંદર ઘૂસણખોરી કરી અને સ્થિતિ એ સમયે વધુ બગડી જ્યારે બંને દેશોની સેનાઓની વચ્ચે હિંસક ઘર્ષણ થયું. જેમાં ભારતીય સેના (Indian Army)ના કર્નલ સહિત 20 સૈનિક શહીદ થયા હતા. તો બીજી તરફ ચીની સેનાના પણ અનેક જવાન હતાહત થયા. આ હિંસક ઘર્ષણ બાદ બંને દેશોની વચ્ચે મંત્રણા ચાલી રહી છે.
રક્ષા મંત્રાલયે પોતાની વેબસાઇટ પર જાહેર કરેલા એક દસ્તાવેજમાં કહ્યું છે કે, 5 મેથી ગલવાનમાં ચીનની ગતિવિધિઓ વધી ગઈ હતી. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે ચીને PP-15 કુગરાંગ નાલા, ગોગરા એટલે કે PP 17 A અને પેન્ગોગ લેકના નોર્ધન બેન્ક પર 17-18 મેના રોજ ઘૂસણખોરી કરી હતી.
આ પણ વાંચો, J&K: કુલગામમાં બીજેપી નેતા અહમદ ખાંડેની આતંકવાદીઓએ કરી હત્યા
મંત્રાલયના દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે, આ વિવાદ લાંબો ચાલી શકે છે. ભારત-ચીનની વચ્ચે વિવાદ ખતમ કરવા માટે બંને દેશોના કોર કમાન્ડરની વચ્ચે પાંચ વાર મંત્રણા થઈ ચૂકી છે. LAC પર તણાવ તો ઓછો થયો છે પરતુ સ્થિતિમાં કોઈ પ્રકારનો ફેરફાર નથી થયો.
આ પણ વાંચો, Mumbai Rain: ભારે વરસાદથી મુંબઈ બેહાલ, NDRFતૈનાત, હાઈટાઇડની ચેતવણી
આ પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે પોતાના લેહ પ્રવાસ દરમિયાન સૈનિકોને સંબોધિત કરતાં પણ આ વાતનો ઈશારો કર્યો હતો કે ઉકેલ શોધવા માટે વાતચીત ચાલી રહી છે પરંતુ એ વાતની કોઈ ગેરન્ટી નથી કે ક્યાં સુધીમાં આ વિવાદ ઉકેલાશે.
Published by:Mrunal Bhojak
First published:August 06, 2020, 13:27 pm