Home /News /national-international /સેનાએ પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું : દેશની રક્ષા સૌથી પહેલા, યુવા અમારી જરૂરિયાત, અગ્નિપથ યોજના પાછી નહીં ખેંચાય

સેનાએ પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું : દેશની રક્ષા સૌથી પહેલા, યુવા અમારી જરૂરિયાત, અગ્નિપથ યોજના પાછી નહીં ખેંચાય

સૈન્ય મામલા વિભાગના અતિરિક્ત સચિવ લેફ્ટિનેન્ટ જનરલ અનિલ પુરી

Agnipath Scheme : અગ્નિપથ યોજનાને લઇને સેનાએ પ્રેસ કોન્ફરન્સ કરી, કહ્યું - દેશની સેનાઓમાં ‘હોશ અને જોશ’ નું સારું મિશ્રણ અગ્નિપથ યોજનાનું લક્ષ્ય

નવી દિલ્હી : અગ્નિપથ યોજનાને (Agnipath Scheme)લઇને સૈન્ય મામલા વિભાગના અતિરિક્ત સચિવ લેફ્ટિનેન્ટ જનરલ અનિલ પુરીએ (Additional Secy Lt Gen Anil Puri)પ્રેસ કોન્ફરન્સ કરીને સમીક્ષા બેઠક વિશે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે લાંબા સમયથી આ સુધારો લંબિત હતો. અમે સુધાર સાથે દેશની ત્રણેય સેનાઓમાં યુવાવસ્થા અને અનુભવનું સારું મિશ્રણ લાવવા માંગીએ છીએ. આજે મોટી સંખ્યામાં જવાન પોતાના 30ના દશકમાં છે અને અધિકારીઓને પહેલાની સરખામણીમાં ઘણા બાદમાં કમાન મળી રહી છે. સેનાઓની એવરેજ ઉંમર ઓછી કરવી અમારી પ્રાથમિકતા છે. અમે ઇચ્છીએ છીએ કે ભારતની ત્રણેય સેનાઓમાં હોશ અને જોશનું સારું મિશ્રણ હોય.

લેફ્ટિનેન્ટ જનરલ અરુણ પુરીએ કહ્યું કે દર વર્ષે લગભગ 17600 લોકો ત્રણેય સેવાઓમાંથી સમય પહેલા સેવાનિવૃત્તિ લઇ રહ્યા છે. કોઇએ તેમને એ પૂછવાનો પ્રયત્ન કર્યો નથી કે તે સેવાનિવૃત્તિ પછી શું કરશે. અગ્નિવીરને સિયાચીન અને અન્ય ક્ષેત્રોમાં તૈનાતી પર તે જ ભથ્થા મળશે જે વર્તમાનમાં સેવા કરી રહેલા નિયમિત સૈનિકોને લાગુ પડે છે. સેવા શરતોમાં અગ્નિવીરો સાથે કોઇ ભેદભાવ થશે નહીં. આગામી 4-5 વર્ષોમાં અમે સૈનિકોની 50 થી 60 હજાર ભરતીઓ કરીશું અને પછી આ વધીને 90,000 થી 100000 સુધી થઇ જશે.

આ પણ વાંચો - IAF એ જાહેર કરી અગ્નિપથ યોજનાની ડિટેલ, વર્ષમાં 30 દિવસ રજા, વીમા કવર સહતિ મળશે આવી સુવિધાઓ

લેફ્ટિનેટ જનરલ અરુણ પુરીએ કહ્યું કે અમે આ યોજનાનું વિશ્લેષણ કરી અને બુનિયાદી ક્ષમતાનું નિર્માણ કરવા માટે પહેલા વર્ષે 46000 ભરતીયોથી નાની શરુઆત કરી છે. નજીકના ભવિષ્યમાં અગ્નિવીરની સંખ્યા 1.25 લાખ સુધી પહોંચી જશે. દેશની સેવામાં પોતાનું જીવન કુર્બાન કરનાર અગ્નિવીરને એક કરોડ રૂપિયાની સહાય મળશે. તેમના માટે અલગથી કોઇ બેરક કે ટ્રેનિંગ સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવી રહી નથી.



તેમણે કહ્યું કે અગ્નિવીર પણ નિયમિત સૈનિકની બરાબર સુવિધા મેળવશે. પહેલાથી રહેલા આધારભૂત સ્ટ્રક્ચરનો લાભ ઉઠાવશે. વિભિન્ન મંત્રાલયો અને વિભાગો દ્વારા અગ્નિવીરો માટે અનામતની જાહેરાત પહેલાથી જ હતી. આ જાહેરાત હિંસક પ્રદર્શનના પ્રતિક્રિયામાં કરવામાં આવી નથી.

ઇન્ડિયન એરફોર્સમાં 24 જૂનથી શરૂ થશે અગ્નિવીરોની ભરતી

આ દરમિયાન વાયુ સેનાના પ્રમુખ એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ કહ્યું કે આ જાહેરાત કરતા મને આનંદ થઇ રહ્યો છે કે ભરતી માટે ઉંમરને સંશોધિત કરીને 23 વર્ષ કરી દેવામાં આવી છે. જેનાથી યુવાઓને લાભ મળશે. ભારતીય વાયુ સેના માટે ભરતી પ્રક્રિયા 24 જૂનથી શરુ થશે.
First published:

Tags: Agnipath, Recruitment 2022

विज्ञापन