COVID-19: હળદર-જીરું ખાવાથી લઈને યોગાભ્યાસ સુધી, કોરોનાથી બચવા આયુષ મંત્રાલયે જાહેર કરી નવી ગાઇડલાઇન્સ

COVID-19: હળદર-જીરું ખાવાથી લઈને યોગાભ્યાસ સુધી, કોરોનાથી બચવા આયુષ મંત્રાલયે જાહેર કરી નવી ગાઇડલાઇન્સ
કોરોનાથી સાજા થયેલા દર્દીઓને રોજ ચ્યવનપ્રાશ ખાવાની સલાહ, આયુષ મંત્રાલયની નવી ગાઇડલાઇન્સને 8 પોઇન્ટ્સમાં જાણીએ

કોરોનાથી સાજા થયેલા દર્દીઓને રોજ ચ્યવનપ્રાશ ખાવાની સલાહ, આયુષ મંત્રાલયની નવી ગાઇડલાઇન્સને 8 પોઇન્ટ્સમાં જાણીએ

 • Share this:
  રંજીતા ડડવાલ, નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાભરના તમામ દેશ છેલ્લા 10 મહિનાથી જીવલેણ કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic)નો સામનો કરી રહ્યા છે. ભારતમાં રોજ કોરોનાના સૌથી વધુ કેસ આવી રહ્યા છે, પરંતુ તેની સામે લોકો સાજા પણ થઈ રહ્યા છે. ભારતમાં કોરોનાનો રિકવરી રેટ જોઈને રાહતની શ્વાસ લઈ શકાય એમ છે. જોકે, સરકારે કહ્યું છે કે હજુ ખતરો ટળ્યો નથી અને ન તો વેક્સીન આવી છે. તેથી લોકોને સાવધાની રાખવી પડશે. આ દરમિયાન આયુષ મંત્રાલય (Aayush Ministry)એ કોરોનાને ફેલાવાથી રોકવા માટે નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે.

  કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન અને આયુષ મંત્રી શ્રીપદ યશો નાઇકે મંગળવારે નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે સારવારથી સારું છે તેની અટકાવવું. તેના માટે આપણે આપણી ઇમ્યુનિટીને વધારવાની જરૂર છે.  આવો જાણીએ આયુષ મંત્રાલયની નવી ગાઇડલાઇન્સ વિશે...

  1. આયુષ મંત્રાલયે કહ્યું કે દિવસભર ગરમ પાણી પીવો. ગરમ તાજું બનેલું ભોજન જ ખાઓ.
  2. ઓછામાં ઓછી 30 મિનિટ સુધી યોગનો અભ્યાસ, પ્રાણાયામ અને ધ્યાન ધરવું ખૂબ અગત્યનું છે.
  3. ભોજન બનાવતી વખતે તેમાં હળદર, જીરું અને ધાણા જેવા મસાલાનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.
  4. ઇમ્યુનિટીને મજબૂત કરવા માટે મંત્રાલયે સવારે એક ચમચી ચ્યવનપ્રાશ ખાવાની પણ સલાહ આપી છે.
  5. જે ડાયાબિટીસના રોગી છે તેમણે ખાંડ વગરની ચ્યવનપ્રાશ ખાવાની સલાહ આપી છે.
  6. દિવસમાં બે કે ચાર વાર હર્બલ ચા પીઓ. તુલસી, તજ, મરી, સૂકું આદું અને કિશમિશનો કાઢો પી શકો છો.
  7. 150 મિલીલીટર ગરમ દૂધમાં અડધી ચમચી હળદર મેળવીને પીવાની સલાહ આપવામાં આવી છે.
  8. સવારે અને સાંજે પોતાના બંને નસકોરમાં તલ કે નારિયળનું તેલ કે ઘી લગાવો.

  આ પણ વાંચો, 15 ઓક્ટોબરથી ખુલશે સિનેમા હોલ, ફિલ્મ જોવા-દર્શાવવા માટે કરવા પડશે આ 10 જરૂરી કામ

  આયુષ મંત્રાલય મુજબ, દેશભરના જાણીતા ડૉક્ટરોએ આ ઉપાયો વિશે જાણકારી આપી છે, જે વ્યક્તિની ઇમ્યૂનિટીને વધારવામાં ખૂબ કારગર છે. સૂકી ઉધરસ માટે દિવસમાં એક વાર ફુદીનાના તાજા પાનનો નાસ લેવા વિશે પણ જણાવવામાં આવ્યું છે. બીજી તરફ ઉધરસ કે ગળામાં ખરાશ થતાં દિવસમાં બે-ત્રણ વાર પ્રાકૃતિક ખાંડ કે મધની સાથે લવીંગનો પાવડર લેવાની સલાહ આપવામાં આવી છે.

  મંત્રાલયનું કહેવું છે કે સામાન્ય સૂકી ઉધરસ કે ગળામાં સોજાનની તકલીફમાં આ ઉપાયો અજમાવવાથી ફાયદો થાય છે. જો લક્ષણ તેમ છતાંય વધી રહ્યા છે એન ઠીક નથી થતા તો ડૉક્ટરને ચોક્કસપણે બતાવો.

  આ પણ વાંચો, કોરોનામાં આંશિક રાહતઃ 24 કલાકમાં નોંધાયા 61,267 નવા કેસ, 884 દર્દીનાં મોત

  કોરોનાથી સાજા થયેલા દર્દી રોજ ચ્યવનપ્રાશ લો

  કોરોનાના લક્ષણ વગરના દર્દી કે પછી હળવા લક્ષણ ધરાવતા દર્દી અશ્વગંધા અને ગિલોયનું નિયમિત સેવન કરશે તો તેમને ફાયદો થશે. કોરોનાથી સાજા થઈ ગયેલા દર્દી પણ નિયમિત રૂપથી ચ્યવનપ્રાશ લઈ શકે છે. આ તમામ આયુર્વેદિક ઉપાય આપને સ્વસ્થ તો રાખશે ઉપરાંત બીમારી સામે લડવામાં પણ મદદ કરશે.
  Published by:Mrunal Bhojak
  First published:October 06, 2020, 15:37 pm

  ટૉપ ન્યૂઝ