રાજ્યવર્ધને શરૂ કર્યું 'ખેલો ઇન્ડિયા' અભિયાન, વીડિયો પોસ્ટ કરી આપ્યો ખાસ સંદેશ

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે ટ્વિટર પર એક નવા અભિયાનની શરૂઆત કરી છે. તેમણે આનો વીડિયો પણ અપલોડ કર્યો છે. જેમાં તેઓ ટેબલ ટેનિસ રમતા નજરે પડે છે. આ વીડિયોના માધ્યમથી તેમણે લોકોને પાંચ મિનિટ રમવાની ચેલેન્જ આપી છે. સાથે જ રમત સાથે જોડેયેલી તેમની પાંચ મિનિટની કહાણી પણ શેર કરવા કહ્યું છે.

  રાજ્યવર્ધને આ વીડિયોના માધ્યમથી લોકોને રમત રમવાની સલાહ આપી છે. રાઠોડ આની પહેલા 'હમ ફિટ તો ઇન્ડિયા ફિટ' અભિયાનની શરૂઆત પણ કરી ચૂક્યા છે. જેની સાથે વડાપ્રધાન મોદીથી લઇને વિરાટ કોહલી સુધીના લોકો જોડાયા હતા.

  તેમણે લખ્યં કે, 'આપણે યુવા ખેલાડીઓનો અવાજ બનવું પડશે. જોરથી બોલો પાંચ મિનિટ અને ખેલો ઇન્ડિયા અને રમીશું તો વધુ જીતીશું.' રાજ્યવર્ધન સિંહ રાઠોડ પોતે પણ ખેલાડી રહી ચૂક્યા છે અને ઓલિમ્પિકમાં દેશ માટે મેડલ પણ લાવી ચૂક્યા છે.

  ઉલ્લેખનીય છે કે, #HumFitTohIndiaFit અભિયાન દરમિયાન તેમણે ટ્વિટર પર એક ફિટનેસ વીડિયો અપલોડ કર્યો હતો. જેમાં રાજ્યવર્ધન સિંહ પોતાની ઓફિસમાં જ પુશઅપ કરતાં જોવા મળ્યા હતા. ચેલેન્જ માટે રાઠોડે લોકોને કસરત કરતાં વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા કહ્યું હતું.
  Published by:Azhar Patangwala
  First published: