મંદી અને નોટબંધીથી તંગ વેપારીએ નાણામંત્રીની ‘બોલતી’ બંધ કરી!

અનુરાગ ઠાકુર

લુધિયાણાના જી.એસ. ઑટોનાં જસબીર સિંઘે મંત્રીને બોલતા અટકાવ્યા હતા અને કહ્યું કે, નોટબંધીની આ બધી અસરો હવે પડી રહી છે. લોકો પાસે પૈસા નથી

 • Share this:
  નવી દિલ્હી: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં રાજ્યકક્ષાનાં નાણામંત્રી અનુરાગ ઠાકુરને ઑટો ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત (ACMA)ની એક ઇવેન્ટમાં અર્થતંત્રમાં મંદી અને નોટબંધીના કારણે ઉભી થયેલી સ્થિતિ માટે તેમને બોલતા અટકાવ્યા હતા અને હાલના અર્થતંત્રની ડામાડોળ સ્થિતિ માટે નોટબંધીને જવાબદાર ગણાવી હતી.

  કેન્દ્રનાં રાજ્યકક્ષાના નાણામંત્રી અનુરાગ ઠાકુરે આ ઘડીએ ઑટો ઇન્ડ્રસ્ટ્રીનાં લીડરોને એવો પ્રશ્ન કર્યો કે, સરકારે ઘણા પગલા લીધા છતાં કેમ લોકો વાહનો ખરીદતા નથી ?આ સવાલના જવાબમાં એક માણસ ઉભો થયો અને અનુરાગ ઠાકુરને બોલતા અટકાવ્યા અને કહ્યું કે, નોટબંધીની આ અસર છે,”.

  ઑટોમેટિવ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો.

  લુધિયાણાના જી.એસ. ઑટોનાં જસબીર સિંઘે મંત્રીને બોલતા અટકાવ્યા હતા અને કહ્યું કે, નોટબંધીની આ બધી અસરો હવે પડી રહી છે. લોકો પાસે પૈસા નથી,”.

  જોકે, ઠાકુરે બોલવાનું શરૂ રાખ્યું હતું અને તેમણે ખાલી ‘આભર’ કહ્યું.
  સ્થિતિને કાબૂમાં લેવા માટે મંત્રીએ સવાલ કર્યો કે, જો આ બધી નોટબંધીની જ અસર હોય તો, હવે આપણે કેમ આગળ વધીશું ? કંપનીઓએ ભાવ ઘટાડ્યા છતાં કેમ લોકો વાહનો ખરીદતા નથી?” .
  Published by:Vijaysinh Parmar
  First published: