હવે ઘરે બેઠાં બનો ભારતીય બંધારણના જાણકાર, કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજૂએ ઓનલાઇન કોર્સ લોન્ચ કર્યો, જાણો તેની પ્રક્રિયા

સરકારે નલસાર (National Academy of Legal Studies And Research) યુનિવર્સિટી ઓફ લો, હૈદરાબાદ સાથે મળીને બંધારણ સર્ટિફિકેટ કોર્સ શરુ કર્યો છે. (Image credit- PIB)

Constitution Day 2021: કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજૂએ આ કોર્સને ઓનલાઇન લોન્ચ કરતા કહ્યું કે, ભારતીય બંધારણ આપણું સૌથી પવિત્ર પુસ્તક છે. બંધારણ પર ઓનલાઇન કોર્સના માધ્યમથી બધાંને ભારતીય બંધારણની વિગતો અને ખૂબીઓને સમજવાનો મોકો મળશે.’

 • Share this:
  26 નવેમ્બરે બંધારણ દિવસ નિમિત્તે સરકાર વિશેષ ભેટ આપવા જઈ રહી છે. હવે તમે ઘરે બેઠાં ભારતીય બંધારણનો કોર્સ કરીને તેના જાણકાર બની શકો છો તેમજ તેનું સર્ટિફિકેટ પણ મેળવી શકો છો. સરકારે નલસાર (National Academy of Legal Studies And Research) યુનિવર્સિટી ઓફ લો, હૈદરાબાદ સાથે મળીને બંધારણ સર્ટિફિકેટ કોર્સ શરુ કર્યો છે.

  કેન્દ્રીય કાનૂન મંત્રી કિરેન રિજિજૂએ આ કોર્સને ઓનલાઇન લોન્ચ કરતા કહ્યું કે, ભારતીય બંધારણ આપણું સૌથી પવિત્ર પુસ્તક છે. બંધારણ પર ઓનલાઇન કોર્સના માધ્યમથી બધાંને ભારતીય બંધારણની વિગતો અને ખૂબીઓને સમજવાનો મોકો મળશે.

  કિરેન રિજિજૂએ કહ્યું કે, ‘એ જરૂરી નથી કે ન્યાય/જજમેન્ટ કોર્ટરૂમમાંથી જ મળે, એ ઘરઆંગણે, ફીલ્ડમાં પણ મળી શકે છે. આપણે પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું પડશે.’ આ ઇવેન્ટ ‘આઝાદીના અમૃત મહોત્સવ’ના ભાગરૂપે પણ યોજાઈ હતી.

  કોણ કોણ કરી શકે છે આ સર્ટિફિકેટ કોર્સ

  આ ઓનલાઇન કોર્સ માટે 10મુ ધોરણ પાસ હોવું આવશ્યક છે. જો તમે 10મા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છો, તો પણ એ કોર્સ માટે રજીસ્ટ્રેશન કરી શકો છો. સૌથી મહત્વની વાત એ છે કે આ કોર્સ માટે કોઈ વય મર્યાદા નથી રાખવામાં આવી.  કઈ રીતે કરાવવામાં આવશે કોર્સ

  બંધારણ સર્ટિફિકેટ કોર્સ તમે ઘરે બેઠાં કરી શકો છો, કેમકે તે ઓનલાઇન કરાવવામાં આવશે. હાલ તો આ કોર્સ ફક્ત અંગ્રેજી ભાષામાં હશે પણ ટૂંક સમયમાં તે હિન્દીમાં પણ ઉપલબ્ધ બનશે. કોર્સમાં 15 ઓનલાઇન વિડીયો લેક્ચર આપવામાં આવશે. તમને 6 મહિનામાં 15 વિડીયો લેક્ચર પૂરા કરવા પડશે.

  આ પણ વાંચો: ભારતથી અમેરિકા જઈ રહેલી ફ્લાઈટમાં જન્મેલું બાળક આખરે કયા દેશનો નાગરિક કહેવાય? જાણો સાચો જવાબ

  કઈ રીતે મળશે કોર્સનું સર્ટિફિકેટ?

  જો તમે આ કોર્સનું સર્ટિફિકેટ ઈચ્છો છો તો તમારે 15 લેક્ચર પૂરા કર્યા બાદ ઓનલાઇન પરીક્ષા આપવી પડશે. ત્યારબાદ તમને અલગ-અલગ સર્ટિફિકેટ આપવામાં આવશે. જે પણ વિદ્યાર્થી 60 ટકાથી વધુ સ્કોર કરશે, તેને ‘સર્ટિફિકેટ ઓફ મેરિટ’ આપવામાં આવશે. જેમને 60 ટકાથી ઓછા માર્ક મળ્યા હશે, તેને ‘સર્ટિફિકેટ ઓફ એપ્રિસિએશન’ આપવામાં આવશે. જે ટેસ્ટ નહીં આપે અને ફક્ત 15 લેક્ચર પૂરા કરશે, તેમને ‘સર્ટિફિકેટ ઓફ પાર્ટીસિપેશન’ મળશે.

  આ પણ વાંચો: શા માટે મનાવવા આવે છે વિશ્વ શૌચાલય દિવસ? જાણો ચોંકાવનારા ફેક્ટ્સ

  ભારતીય બંધારણ પર સર્ટિફિકેટ કોર્સ પૂરો કરવા માટે તમારે કોઈ રજિસ્ટ્રેશન ફી કે કોર્સ ફી નથી આપવાની. અસેસમેન્ટ અને સર્ટિફિકેટ માટે તમારે 100 રૂપિયા ફી આપવી પડશે.

  રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું

  જો તમે કેન્દ્ર સરકાર અને નલસાર યુનિવર્સિટી દ્વારા લોન્ચ આ કોર્સ કરવા ઈચ્છો છો, તો તેની ઓફિશ્યલ વેબસાઇટ legalaffairs.nalsar.ac.inપર જઇને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકો છો.
  Published by:Nirali Dave
  First published: