અમે પાકને કહ્યું, જરૂર પડશે તો સરહદ પાર આતંક પર કરીશું કાર્યવાહી: રક્ષામંત્રી

રાક્ષામંત્રી રાજનાથ સિંહ

Rajnath Singh on Terrorism and Pakistan: રક્ષામંત્રી રાજનાથ સિંહે(Defence Minister Rajnath Singh) કહ્યું, "હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. અમારી સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, આતંકવાદ(terrorism) અને વાતચીત સાથે ન ચાલી શકે.

  • Share this:
નવી દિલ્હી: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Rajnath Singh)એ શુક્રવારે કહ્યું કે, ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ પણે કહ્યું છે કે આતંકવાદ સામે કાર્યવાહી (Action against Terror) માત્ર સરહદ તરફ જ નહીં પરંતુ જરૂર પડશે તો બીજી બાજુ પણ કરવામાં આવશે. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું કે, "લોકો કહેતા હતા કે જો કલમ 370 દૂર કરવામાં આવશે તો આખું કાશ્મીર સળગી જશે. એકંદરે જમ્મુ-કાશ્મીર કેટલીક ઘટનાઓ સિવાય શાંતિપૂર્ણ છે."

જમ્મુ વિસ્તારના રાજૌરી અને પૂંચ જિલ્લામાં આ વર્ષે જૂનથી ઘુસણખોરીના પ્રયાસોમાં વધારો થયો છે, જેના પરિણામે અલગ અલગ એન્કાઉન્ટરમાં નવ આતંકવાદીઓ માર્યા ગયા છે. રાજનાથ સિંહે કહ્યું કે, "આ હકીકત છે કે આપણા દુશ્મન દળો બેચેન છે. હું ખાતરીપૂર્વક કહી શકું છું કે કાશ્મીર ખીણમાં આતંકવાદીઓનું મનોબળ ઓછું થઈ ગયું છે."

ભારતીય સેના જમ્મુ-કાશ્મીરના સરહદી જિલ્લાઓ - પૂંછ અને રાજૌરીમાં છુપાયેલા આતંકવાદીઓને શોધવા માટે 11 ઓક્ટોબરથી મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરી રહી છે. વઘુમાં કહ્યું કે પાકિસ્તાન સખત પ્રયાસ કરવા છતાં કાશ્મીર મુદ્દે કોઈ ટેકો મેળવી શક્યું નથી.

આ પણ વાંચો:સ્વદેશી કંપની Karbonnની Smart LED TV segmentમાં એન્ટ્રી, અહીં જાણો કિંમત અને ફીચર્સ

પીએમ મોદીએ આતંક સામે ભારતના વલણને નવેસરથી ઘડ્યું
રાજનાથ સિંહે કહ્યું કે, "(પીએમ નરેન્દ્ર) મોદીએ આતંકવાદ સામે ભારતના વલણને ફરીથી ઘડ્યું છે અને વ્યાખ્યાયિત કર્યું છે. યાદ રાખો કે અગાઉની સરકારો દરમિયાન આતંકવાદીઓ સામે કેવા પ્રકારનું નરમ વલણ અપનાવવામાં આવ્યું હતું." તેમણે કહ્યું કે, જો આતંકવાદી હુમલાની ઘટનાઓ બની હોય તો પાકિસ્તાન સામે મેચ રમવાની વાત કરવામાં આવતી હતી કે નહીં.

આ પણ વાંચો: પિતાને અન્ય મહિલા સાથે જોઈને પુત્રીઓને આવ્યો ગુસ્સો, જાહેરમાં કરી મહિલાની પીટાઇ

રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, "હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. અમારી સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આતંકવાદ અને વાતચીત સાથે ચાલી શકે. છેલ્લા કેટલાક વર્ષોથી અમે પાકિસ્તાન સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું છે."

'હવે અમે મેચ રમવાની કે ન રમવાની વાત નથી કરતા'
તેમણે કહ્યું કે, 'હવે અમે (ક્રિકેટ) મેચો રમવાની કે ન રમવાની વાત નથી કરતા. તેના બદલે, અમે સ્પષ્ટ પણે કહ્યું છે કે આતંકવાદ સામે કાર્યવાહી કરવામાં આવશે - સરહદની આ બાજુ અને જરૂર પડે તો સરહદની બીજી તરફ પણ'
Published by:Riya Upadhay
First published: