કોરોના અને વાવાઝોડા અમ્ફાનનો સામનો કરવા NDRFએ ઉઠાવ્યા આ પગલાં, લાખોના જીવ બચાવ્યા

News18 Gujarati
Updated: May 22, 2020, 8:36 AM IST
કોરોના અને વાવાઝોડા અમ્ફાનનો સામનો કરવા NDRFએ ઉઠાવ્યા આ પગલાં, લાખોના જીવ બચાવ્યા
સુપર સાઇક્લોનના વ્યાપમાં હતો 600 કિલોમીટરનો વિસ્તાર

NDRFની ટીમોએ દિવસ-રાત કામ કરી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતાં લાખો લોકોનું સ્થળાંતર કરાવ્યું

  • Share this:
નવી દિલ્હીઃ ભારતમાં જ્યારે માર્ચ મહિનામાં કોરોના વાયરસ મહામારીએ પ્રવેશ કર્યો તો નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એક નવા રૂપ અને નવા પ્રશિક્ષણ મોડ્યૂલની સાથે આ આપત્તિનો સામનો કરવા માટે આગળ આવી. આ મહામારી સામે લડતા NDRF હવે પોતાને ચોમાસું અને પૂરની સ્થિતિ માટે તૈયાર કરી રહી હતી કે પ્રચંડ વાવાઝોડું અમ્ફાન (Super Cyclone Amphan)ના ખતરાના સંકેત મળ્યા. આ પડકાર માટે NDRFની પાસે માત્ર એક મહિનાનો સમય હતો. 1999 બાદ બંગાળ માટે આ પ્રચંડ વાવાઝોડું હતું.

સુપર સાઇક્લોનના વ્યાપમાં હતો 600 કિલોમીટરનો વિસ્તાર

તેની સાથે જ સુપર સાઇક્લોને લગભગ 200 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે કાંઠાઓ પર આક્રમણ કર્યું અને તેનો વ્યાપ લગભગ 600 કિલોમીટર વિસ્તાર શતો. તેની પહોંચ 15 કિલોમીટરની ઊંચાઈ સુધી હતી. બુધવાર બપોરે આ વાવાઝોડું બંગાળ અને ઓડિશાના કાંઠે ટકરાય તેની ઝડપ 160 કિ.મી. પ્રતિ કલાકની થઈ ગઈ તી. જોકે હજુ પણ જાનમાલને ભારે નુકસાન પહોંચાડવા માટે આ સ્પીડ ઘણી હતી. પવનની આ ઝડપનો અર્થ હતો વિનાશ અને સૌથી મોટો પડકાર શતો કે તેમાં ઓછામાં ઓછા લોકોની હાનિ થાય. સરકાર અને NDRF તેનો સામનો કરવા માટે અનેક પ્રભાવશાળી પગલાં ભરી રહ્યા હતા.

કોલકાતાના ઉત્તર પૂર્વ સુંદરવન તરફથી વાવાઝોડાએ પ્રવેશ કર્યો અને રાજ્યના લગભગ 15 જિલ્લામાં વિનાશના દૃશ્યો સર્જાયા. બંગાળમાં અત્યાર સુધી 72 લોકોનાં મોતની પુષ્ટિ થઈ ચૂકી છે. જેમાંથી 15 લોકોનાં મોત કોલકાતામાં થયા છે. જોકે તમામ જિલ્લાઓથી રિપોર્ટ હજુ સુધી આવ્યા નથી.

આ પણ વાંચો, Super Cyclone Amphan: તોફાનમાં આવી રીતે ફેંકાયા અનેક ટ્રક, VIDEO

NDRFએ દિવસ-રાત કામ કર્યું 

તેના કારણે સ્કૂલો, કોમ્યુનિટિ કેન્દ્રો અને અન્ય સરકારી મકાનોને સામુદાયિક
કેન્દ્રોમાં ફેરવી દેવામાં આવ્યા. સાગર દ્વીપ, સુંદરવન અને કાકદ્વીપન ઉપકેન્દ્રોમાં કેટલાક ગામોને સમગ્રપણે ખાલી કરાવવા પડ્યા. તેમાંથી ઘણા બધન વિસ્તાર દ્વીપ કે નદીની આસપાસ છે. તેથી હોડીની મદદથી લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવતા બહાર કાઢી સુરક્ષિત સ્થળે પહોંચાડવાનું કામ દિવસ-રાત ચાલતું રહ્યું.

ડીઆઈજી ઓપરેશને કહ્યું કે, સામાન્ય રીતે 2.5થી 3 વર્ગ મીટર પ્રતિ વ્યક્તિની મુજબ અમે નિકાસી સમયે લોકોને ઘર ફાળવતી વખતે કરીએ છીએ. જોકે આ વખતે કોરોના વાયરસના કારણે 6-7 વર્ગ મીટર પ્રતિ વ્યક્તિની ગણતરીથી ઘરની ફાળવણી કરવામાં આવી છે.

આ પણ વાંચો, Amphanની અસર, ભારે વરસાદથી કોલકાતા એરપોર્ટ તળાવમાં ફેરવાયું, અનેક પ્લેન ફસાયા
First published: May 22, 2020, 8:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading