અમેરિકામાં બિયર બનાવતી કંપનીમાં અંધાધૂંધ ફાયરિંગ, અનેક લોકોનાં મોતની આશંકા

News18 Gujarati
Updated: February 27, 2020, 7:44 AM IST
અમેરિકામાં બિયર બનાવતી કંપનીમાં અંધાધૂંધ ફાયરિંગ, અનેક લોકોનાં મોતની આશંકા
બિયર કંપનીના કર્મચારીએ જ યૂનિટમાં ઘૂસી અંધાધૂંધ ફાયરિંગ કર્યું, વળતી કાર્યવાહીમાં પોતે પણ ઠાર મરાયો

બિયર કંપનીના કર્મચારીએ જ યૂનિટમાં ઘૂસી અંધાધૂંધ ફાયરિંગ કર્યું, વળતી કાર્યવાહીમાં પોતે પણ ઠાર મરાયો

  • Share this:
મેવોકી : અમેરિકાના વિસ્કોન્સિન પ્રાંતમાં બુધવારે બિયર બનાવતી એક કંપનીમાં ફાયરિંથ થયું છે. આ ફાયરિંગમાં અત્યાર સુધી 7 લોકોનાં મોત થવાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ ફાયરિંગ કરનારા શખ્સે યૂનિટમાં ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ કરી દીધું. આ ઘટના મેવોકી શહેરમાં દુનિયાની સૌથી મોટી બિયર કંપની પૈકીની એક મોલસન કૂર્સ (Molson Coors)ના કેમ્પસમાં બની છે. મેવોકી (Milwaukee)ના મેયરનો દાવો છે કે આ અત્યાર સુધીની સૌથી મોટી ઘટના હોઈ શકે છે. મેયર મુજબ અત્યાર સુધી અમે તમામ લોકો વિશે સાચું અનુમાન નથી લગાવી શક્યા. મૃતકોનો આંકડો વધી પણ શકે છે. હુમલાખોર પણ મરી ચૂક્યો છે.

ન્યૂયોર્ક ટાઇમ્સ મુજબ, બુધવાર બપોરે એક બંદૂકધારીએ મોલસન ક્રૂસના કેમ્પસમાં ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. કેમ્પસમાં ઉપસ્થિત સુરક્ષાકર્મીઓએ જણાવ્યું કે જ્યાં સુધી તેને ઠાર મારવામાં આવતો ત્યાં સુધી તેણે અનેક લોકો પર ફાયરિંગ કરી દીધું હતું.

શહેરના મેયર ટૉમ બેરેટે જણાવ્યું કે બંદૂકધારીએ જે રીતે કેમ્પસમાં ઉપસ્થિત લોકોને નિશાન બનાવ્યા છે તે ઘણું ભયાનક છે. આ હુમલામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા છે. હુમલાખોર પણ ઠાર મરાયો છે. અહીંના સ્થાનિક ચેનલના હવાલાથી જણાવવામાં આવી રહ્યું છે કે હુમલાખોર આ કંપનીમાં કામ કરતો હતો.

હુમલાના સમયે યૂનિટમાં 600 લોકો કામ કરી રહ્યા હતા

હુમલાખોરે જે સમયે કેમ્પસની અંદર ઘૂસીને ફાયરિંગ કર્યું તે સમયે કંપનીની અંદર 600 લોકો કામ કરી રહ્યા હતા. ફાયરિંગનો અવાજ સાંભળીને ત્યાં હાજર લોકો બહાર આવ્યા જેના કારણે વધુ નુકસાન થયું. મોવાકીમાં જે સમયે ફાયરિંગની ઘટના બની છે તેને મિલર વેલી તરીકે ઓળખવામાં આવે છે. નોંધનીય છે કે અહીંના બિયર યૂનિટ મિલરના નામ પરથી જ આ સ્થળનું નામ પડ્યું છે.

આ પણ વાંચો, દિલ્હી હિંસા : મહિલા પત્રકારની આપવીતી - 'હથિયારોથી સજ્જ તોફાનીઓ ધમકી આપી, રેકોર્ડ ન કરો માત્ર એન્જોય કરો'
First published: February 27, 2020, 7:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading