OMG : આ સફાઇ કર્મી છે કરોડપતિ, 10 વર્ષથી નથી ઉપાડ્યો પગાર પણ માંગે છે ભીખ
OMG : આ સફાઇ કર્મી છે કરોડપતિ, 10 વર્ષથી નથી ઉપાડ્યો પગાર પણ માંગે છે ભીખ
ધીરજનો પહેરવેશ અને ગંદા કપડા જોઈને લોકો તેને ભીખારી સમજે છે. લોકો તેને પૈસા પણ આપે છે
OMG News : ધીરજના પિતા આ વિભાગમાં સફાઇ કર્મચારી તરીકે કામ કરતા હતા. તેમના મોત પછી ધીરજને 2012માં તેમના સ્થાને નોકરી મળી હતી. ત્યારથી તેણે પોતે પોતાની સેલેરી બેંકમાંથી ઉપાડી નથી
પ્રયાગરાજ : પ્રયાગરાજમાં (prayagraj)સીએમઓ ઓફિસના કુષ્ટ રોગ વિભાગમાં એક સફાઇ કર્મચારી કરોડપતિ (crorepati sweeper dheeraj)છે. તેના ખાતામાં 70 લાખ રૂપિયા છે અને તેની પાસે જમીન અને મકાન પણ છે. રસપ્રદ વાત એ છે કે તેણે છેલ્લા 10 વર્ષથી પોતાનો પગાર ઉપાડ્યો નથી. બેંક વાળા તેને પોતાનો પગાર ઉપાડવાની વિનંતી કરી રહ્યા છે. ધીરજ પોતાનો ખર્ચ લોકો પાસેથી પૈસા માંગીને કાઢે છે. લોકોને પગે લાગીને પૈસા માંગે છે.
ધીરજ નામનો આ વ્યક્તિ ખરાબ કપડા પહેરીને સીએમઓ ઓફિસની આસપાસ લોકો પાસે પૈસા માંગે છે. તેને ભીખારી સમજીને લોકો પૈસા પણ આપે છે. જોકે તે ભીખારી નથી પણ જિલ્લા કુષ્ટ રોગ વિભાગમાં સફાઇ કર્મચારી તરીકે કામ કરે છે અને તે કરોડપતિ છે. તેની માહિતી ત્યારે સામે આવી જ્યારે બેંકના કર્મચારી તે વ્યક્તિને શોધતા-શોધતા કુષ્ટ રોગ ઓફિસ પહોંચ્યા હતા. ત્યારે કર્મચારીઓને આ વાતની જાણકારી થઇ કે ધીરજ તો કરોડપતિ છે. તેણે 10 વર્ષથી પોતાની સેલેરી ઉપાડી નથી. તેની પાસે પોતાનું મકાન અને ખાતામાં મોટી રકમ છે. ધીરજનો પહેરવેશ અને ગંદા કપડા જોઈને લોકો તેને ભીખારી સમજે છે. લોકો તેને પૈસા પણ આપે છે.
ધીરજના પિતા આ વિભાગમાં સફાઇ કર્મચારી તરીકે કામ કરતા હતા. તેમના મોત પછી ધીરજને 2012માં તેમના સ્થાને નોકરી મળી હતી. ત્યારથી તેણે પોતે પોતાની સેલેરી બેંકમાંથી ઉપાડી નથી. તે અધિકારીઓ અને કર્મચારીઓ પાસે પૈસા માંગીને પોતાનો ઘર ખર્ચ ચલાવે છે. તેની માતાને પેન્શન પણ આવે છે. જોકે એક ખાસ વાત એ છે કે ધીરજ સરકારને ઇન્કમ ટેક્સ પણ આપે છે.
કરોડપતિ ધીરજ પોતાની માતા અને બહેન સાથે રહે છે. તે લગ્ન કરવા માંગતો નથી. તેનું કારણ છે કે તેને ડર છે કે તેની રકમ કોઇ લઇ ના લે. કર્મચારીઓનું માનવામાં આવે તો ધીરજ થોડો મગજથી નબળો છે. જોકે ઇમાનદારી અને મહેનતથી કામ કરે છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર