મહિલાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો! દૂધવાળાએ વહેલી સવારે એકલી જતી 52 વર્ષીય મહિલાની કરી છેડતી

મહિલાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો! દૂધવાળાએ વહેલી સવારે એકલી જતી 52 વર્ષીય મહિલાની કરી છેડતી
પ્રતિકાત્મક તસવીર

પીડિતાએ ફરિયાદ નોંધાવી હતી કે તેણીની છેડતી થઈ હતી અને લૂંટ થઇ હતી. તેણે વહેલી સવારે દૂધના ડિલિવરી કરનાર શખ્સે સતામણી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.

 • Share this:
  કોલ્લમ: મહિલા સાથે જાતીય સતામણીની (woman molestation) ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. કડક કાયદા છતાં મહિલાઓનું શોષણ અટકાવવામાં સદંતર નિષ્ફળતા નીવડી છે. ત્યારે વધુ એક જાતીય સતામણીનો બનાવ સામે આવ્યો છે. આ ઘટના તાજેતરમાં કોલ્લમમાં (kollam) બની હતી. પીડિતાએ ફરિયાદ નોંધાવી હતી કે તેણીની છેડતી થઈ હતી અને લૂંટ થઇ હતી. તેણે વહેલી સવારે દૂધના ડિલિવરી (Milk delivery boy) કરનાર શખ્સે સતામણી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.

  આ બનાવમાં કોલાથુર પોલીસે ગુનો નોંધીને પડોશમાં મુકાયેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. બીજી તરફ આરોપીઓએ દાવો કર્યો હતો કે તેણે મહિલાને લૂંટી નથી. જોકે, તેની છેડતી કરી અને ત્યાંથી નાસી છૂટ્યો હતો.  પોલીસે પીડિતાની ફરી પૂછપરછ કરી હતી, જેમાં તેણે સ્વીકાર્યું કે તે ખરેખર જાતીય શોષણનો શિકાર બની હતી. પીડિતા તેના પરિવારના સભ્યો સમક્ષ છેડતી અંગે ખુલીને કહેતા શરમ અનુભવતી હતી, જેથી પીડિતાએ તેના પુત્રને કહ્યું કે તેણી સાથે લૂંટ કરવામાં આવી હતી.

  આ પણ વાંચોઃ-વડોદરાઃ એક જ પરિવારના છ સભ્યોએ કોલ્ડડ્રિંક્સમાં સાથે ઝેર ગટગટાવ્યું, પિતા, પુત્રી અને બાળકનું મોત

  આ પણ વાંચોઃ-કરુણ ઘટના! રાજકોટઃ સીમંત માટે પત્નીને રેલવે સ્ટેશન મુકીને ઘરે આવતા પતિનું ત્રિપલ અકસ્માતમાં મોત

  આ બનાવમાં આર વેલાન નામના શખ્સની અટકાયત કરવામાં આવી છે. તેની કબૂલાત બાદ અગાઉ લગાવેલી કલમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી અપાયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, આરોપી દૂધના પેકેટ્સનો ડિલિવરી બોય છે અને વહેલી સવારે શેરીમાં કોઈ નહોતું ત્યારે મહિલા સાથે ગેરવર્તન કર્યું હતું.

  આ પણ વાંચોઃ-પરિવારને રહેવાનું કહી ભાડે રાખ્યો ફ્લેટ, મકાનમાં ચાલતો હતો દેહવેપારનો ધંધો, પોલીસે છ મહિલા સહિત નવને રંગેહાથ પકડ્યા

  આ પણ વાંચોઃ-દુકાનમાં કામ કરતા યુવકને માલિકે ઘરે જમવા બોલાવ્યો, માલિકની પત્ની સાથે યૌન સંબંધ ઇચ્છતો હતો યુવક, ઇન્કાર કરતા કરી હત્યા

  નિર્જન સ્થળે યુવતી સાથે અડપલાંનો વધુ એક બનાવ
  અન્ય એક બનાવમાં રસ્તા પર એકલા ચાલતી યુવતીની છેડતી બદલ બદલ શાસ્ત્રી નગર પોલીસે 21 વર્ષીય શખ્સની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, પૂનમલીનો આરોપી વી સરન ગ્રેજ્યુએટ છે અને અદયરમાં ફાઇનાન્સિંગ કંપનીમાં કલેક્શન એજન્ટ તરીકે કામ કરતો હતો.

  આ શખ્સની 20 વર્ષીય યુવતીની ફરિયાદના આધારે તેમને ધરપકડ કરવામાં આવી હતી, જેણે આરોપ લગાવ્યો હતો કે તે 25 ફેબ્રુઆરીના રોજ બેસંત નગરમાં પગપાળા ઘરે પરત ફરી રહી હતી, ત્યારે ટુ-વ્હીલર પર તેની પાછળ આવનાર એક શખ્સે તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો.  યુવતી આ બાબતે દેકારો કરે તે પહેલાં તે શખ્સ ત્યાંથી ભાગી ગયો હતો. આ બનાવમાં શાસ્ત્રીનગર પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીની ઓળખ કરી હતી અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. દરમિયાન આ શખ્સ નિર્જન શેરીઓમાં એકલા ચાલતી મહિલાઓને નિશાન બનાવી ગેરવર્તન કરતો હોવાની ચોંકાવનારી બાબત પણ પોલીસ તપાસમાં બહાર આવી છે.
  Published by:ankit patel
  First published:March 05, 2021, 00:00 am

  ટૉપ ન્યૂઝ